________________
જપ-રહસ્ય વ્યક્તિઓ વચ્ચે ષ ઊભું કરે અને તેમને સંબંધ તૂટે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી. ઉચાટન એટલે એક વ્યક્તિને તેના સ્થાન, મેભા કે વ્યાપાર–ધંધાથી ભ્રષ્ટ કરવી. મારણ એટલે કેઈનું મરણ નીપજાવવું. તાંત્રિક કર્મોમાં આ ક્રિયાઓનો સમાવેશ થાય છે, પણ દેશ, ધર્મ કે સાધુ-સતીઓની લાજ રાખવાના પ્રસંગે વિશિષ્ટ અધિકારીઓને જ તે કરવાનો આદેશ છે. સામાન્ય મનુષ્ય એ રસ્તે ચડે તે પોતે બરબાદ થાય છે અને મંત્રવિદ્યા નિંદાય છે, માટે તેનાથી બચવું.