________________
આટલું યાદ રાખે કે- .
૨૩: દેવતાનાં દર્શન થાય છે. અને ભાવથી પરમ જ્ઞાન મળે છે, તેથી ભાવનું આલંબન લઈને સર્વ ક્રિયા કરવી.”
- એ પણ યાદ રાખવા જેવું છે કે જપસાધના દરમિયાન પાંચ વસ્તુને સ્થિર રાખવી, એટલે કે તેમાં ફેરફાર કરે નહિ. એક તે સ્થાન. જપસાધના માટે જે સ્થાન નક્કી કર્યું હોય ત્યાંજ જપસાધના કરવી. આજે અહીં, કાલે તહીં એ રીતે સ્થાન બદલવું નહિ. બીજે સમય. જપસાધના માટે જે સમય નિયત કર્યો હોય, તે જ સમયે જપસાધના શરૂ કરવી, પણ તે સમયને આઘો –પાછ કરવો નહિ. ત્રીજું આસન. તે પણ એક જ રાખવું, તેને બદલવું નહિ. ચોથી માલા. તે પણ કાયમ એક જ રાખવી. પાંચમી દિશા. જે દિશામાં મુખ રાખીને જપસાધના શરૂ કરી હોય, તે જ દિશામાં કાયમ મુખ
રાખવું. તે દિશા બદલવી નહિ. આ રીતે પાંચ વસ્તુ | થિર રાખવાથી ફલની પ્રાપ્તિ શીવ્ર થાય છે.
- જપ નિષ્કામભાવે થાય, એ ઈચ્છવા યોગ્ય છે, પરંતુ પરિસ્થિતિ તે પ્રકારની ન હોય, એટલે કે તેના દ્વારા અમુક ફલપ્રાપ્તિની કામના હેય, તે પણ જીવનનું ધોરણ પૂબ ઊંચું રાખવું અને કોઈને નુકશાન પહોંચાડવું નહિ.
જપસાધનાથી જેમ શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, સૌભાગ્ય, આકર્ષણ, લેકપ્રિયતા આદિ પ્રાપ્ત થાય છે, તેમ વિદ્વેષણ, ઉચાટન, મારણ આદિ પણ સિદ્ધ થાય છે, પરંતુ એ રસ્તે કદી પણ જવું નહિ. વિદ્વેષણ એટલે બે મિત્ર કે