________________
રર૬
જપ-રહસ્ય
મંત્રોના પાઠ આપવામાં આવે છે, પણ તેનું ઉચ્ચારણ શીખવવામાં આવતું નથી. ધર્મગુરુઓ તરફથી પ્રાપ્ત થતા મંત્રોમાં પણ મોટા ભાગે આ જ દશા હોય છે. પરિણામે મંત્રોચ્ચારની બાબતમાં અધેર ચાલે છે, પણ તે બધાને કોઠે પડી ગયું છે, એટલે તે અંગે વિશદ ચર્ચા-વિચારણા થતી નથી. જેટલું મહત્વ અક્ષરશુદ્ધિનું છે, તેટલું જ મહત્વ ઉચ્ચારશુદ્ધિનું છે, એ ભૂલવાનું નથી. તાત્પર્ય કે મંત્રના અક્ષરે યથાક્રમે શુદ્ધ બેલવા જોઈએ અને તેને ઉચ્ચાર ઘોષપૂર્વક વ્યવસ્થિત થવો જોઈએ.
અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિની જેમ ક્રિયાશુદ્ધિ પણ મહત્વની છે. ક્રિયાશુદ્ધિ એટલે તે માટે નિયત થયેલા કમનું યથાર્થ અનુસરણ. જે ક્રિયા પહેલી કરવાની હોય, તે પછી કરીએ અને પછી કરવાની હોય, તે પહેલી કરીએ તો તેમાં અવ્યવસ્થા દોષ આવે છે અને ક્રિયાને અશુદ્ધ બનાવે છે. વળી તેમાં ભૂતશુદ્ધિ, પ્રાણાયામ આદિ જે જે ક્રિયાઓ કરવાની છે, તે ગમે તેમ પતાવી દઈએ તે પણ ક્રિયાશુદ્ધિનો સિદ્ધાંત જળવાતું નથી અને માતા પણ તેના નિયમ વિરુદ્ધ ફેરવીએ તે કિયા અશુદ્ધ બને છે.
રસોઈ બનાવવાની ક્રિયા બરાબર ન કરીએ તે રસોઈ બને છે ખરી? અથવા અમુક ઔષધ અમુક પ્રક્રિયાથી બનાવવાનું હોય તે પ્રક્રિયાને અનુસરીએ નહિ તે એ ઔષધ બને છે ખરું? જપસાધનાની બાબતમાં પણ એવું જ છે. જે તે અંગે નિયત થયેલી ક્રિયા યથાર્થપણે કરીએ નહિ