________________
૨૨૪
' જપ-રહસ્ય | મોક્ષ જાપ અંગૂઠડે, વૈરી રૂઠરે તર્જનાંગુલી હોય;
બહુ સુખદાયક મધ્યમા, અનામિકારે વક્યારથ હોય. આકર્ષણ ચટી અંગુલી વલી, સુણ ગણવાની રીત; મેરુ ઉલ્લંઘન મત કરે, મત કર રે નખ અથે પ્રીત. , “જેને મેક્ષની ઈચ્છા છે, તેણે અંગૂઠા પર માલા. રાખીને જપ કરો. જ્યારે વેરી રૂઠ હોય, એટલે કે તે આપણા પર આક્રમણ કરી રહ્યો હોય અને તેમાંથી બચવા જપ કરવાનું હોય, ત્યારે તર્જની આંગળી પર માલા રાખીને જપ કરવા. મધ્યમા આંગળી પર માલા રાખીને જપ કરતાં ઘણું સુખ મળે છે અને અનામિકા આંગળી પર માલા રાખીને જપ કરતાં લેકે વશ થાય છે. વળી ચટી એટલે કનિષ્ઠ કે ટચલી આંગળી પર માલા રાખીને. જપ કરતાં આકર્ષણ થાય છે.
માલા ગણવાની રીત એવી છે કે મેરુનું ઉલ્લંઘન. કરવું નહિ. અને તેને નખ અડવા દે નહિ.
તાત્પર્ય કે આંગળીઓની બાબતમાં જેને જે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય, તેણે તે પ્રમાણે વર્તવું.