________________
[૨૬] કેટલાક નિષેધ
જેમ વિધિ જાણવાની જરૂર છે, તેમ નિષેધ જાણવાની પણ જરૂર છે. વિધિથી કરણીયતા કે કરવા ચગ્ય બાબતને
ખ્યાલ આવે છે અને નિષેધથી અરણીયતા કે ન કરવા રોગ્ય બાબતેને ખ્યાલ આવે છે. આ બંને વસ્તુને સ્પષ્ટ
ખ્યાલ હોય તો જ કાર્ય વ્યવસ્થિત થાય છે અને તેનું પરિણામ સુંદર આવે છે, અન્યથા તેમાં ક્ષતિઓ કે ભૂલો થવાનો સંભવ છે કે જે કાર્યને બગાડી નાખે છે. જ્યાં કાર્ય બગડ્યું ત્યાં ઈષ્ટ ધારેલું પરિણામ તે આવે જ કયાંથી ? આથી શાસ્ત્રકારે વિધિની સાથે નિષેધનું પણ વર્ણન કરે છે અને એ રીતે સાધકેને અનેક પ્રકારની ભૂલોમાંથી બચાવી લે છે.
તંત્રકારેએ કહ્યું છે કેआलस्यं जन्मणं निद्रां, क्षुतं निष्ठीवनं भयम् । नीचाङ्गस्पर्शन कोपं, जपकाले विवर्जयेत् ।।