________________
૧૮૬
જપ-રહસ્ય નમઃ” એમ બેલી ત્રણ વાર નમસ્કાર કરે. આ વસ્તુ સંપ્રદાયગત સમજવી. - જપ કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તરદિશા ભણી રાખવું. સૌભાગ્ય માટે પૂર્વ અને શાતિ માટે ઉત્તરદિશા. ઈષ્ટ મનાયેલી છે.
જપ કરતી વખતે જે માળાનો ઉપયોગ કરવાનો હોય.. તે અભિમંત્રિત કરેલી હોવી જોઈએ. તે ગુરુ કે કઈ જાણકાર પાસે અભિમંત્રિત કરાવી લેવી. માળા અંગેનું વિશેષ વિવેચન તેના ખાસ પ્રકરણોમાં આવશે.
જપના આસન પર આવ્યા પછી પ્રથમ ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની ક્રિયા કરવી. અહીં સંપ્રદાય ભેદે આચમન, અંગન્યાસ, ભૂતશુદ્ધિ અને પ્રાણાયામ કરવાની પદ્ધતિ પણ છે.
તે પછી મંત્રદેવતાનું વિવિધ ઉપચારોથી પૂજન કરવું. અહીં મંત્રદેવતાની મૂર્તિ બનાવીને આસન પર પધરાવવાનું વિધાન છે. તંત્રકારોએ મંત્રસિદ્ધિ માટે મૂર્તિપૂજાની ખાસ આવશ્યકતા સ્વીકારી છે. વિવિધ ઉપચારમાં પંચેપચાર, અપચાર, દશોપચાર , તથા તેથી અધિક ઉપચારોનું વિધાન છે. પપચારમાં દીપ, ધૂપ, સુગંધી ચૂર્ણ, પુષ્પ અને ફલ કે નૈવેદ્ય સમજવાનાં છે. તાત્પર્ય કે મંત્રદેવતાનું પૂજન કરતી વખતે ઓછામાં ઓછી પાંચ વસ્તુઓનો ઉપગ કરવો જોઈએ. પ્રથમ ઘીને દીપક પ્રગટાવવો, ઘીના અભાવે તેલનો દીપક પણ ચાલી શકે. પછી દશાંગ ધૂપ કે એવો જ બીજો કોઈ સુગંધી વસ્તુને