________________
૧૮૪
જ૫-રહસ્ય
જપ કરતી વખતે મસ્તક ઉન્નત રાખવું, એટલે કે એક બાજુ ઢળેલું રાખવું નહિ. - જપ કરતી વખતે આંખે અધી મીંચેલી રાખવી અને દૃષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. જે આમ ન ફાવે તે આંખ મીંચેલી રાખવી.
જપ કરતી વખતે હેઠે ફફડાવવા નહિ. જપ કરતી વખતે જમણા હાથમાં માળા પકડવી અને તેને છાતી સન્મુખ લાવી પછી જપ કરે. આ વખતે ડાબે હાથ ડાબા ઢીંચણ પર ખુલ્લે રાખવે અથવા અંગૂઠાને તર્જની આંગળી સાથે
ડે અને બાકીની ત્રણ આંગળીઓ નીચે ઢળતી રાખવી કે જેને જ્ઞાનમુદ્રા કહેવામાં આવે છે. ૪
નિત્ય નિયમિત જપ કરનારે ઉઠતાંની સાથે નામસ્મરણ કરવું, એટલે કે ભગવાનનું નામ યાદ કરવું. તેની સંખ્યાનો ખાસ નિયમ નથી, પણ તે ઓછામાં ઓછું સાત વાર અને શક્ય હોય તે એક આઠ (૧૦૮) વાર લેવું ઈચ્છનીય છે. ત્યારબાદ થોડી વાર ભગવાનનું ધ્યાન ધરવું, તેમાં ભગવાનનું જ સ્વરૂપ ઈષ્ટ હોય, તેનું ધ્યાન ધરી શકાય. દાખલા તરીકે જેમને રામ ઈષ્ટ હોય તે રામનું ધ્યાન ધરે, કૃષ્ણ ઈષ્ટ હોય તે કૃષ્ણનું ધ્યાન ધરે, શિવ કે શંકર ઈષ્ટ
૪ અંગૂઠા પછીની આંગળીને તર્જની, તેની પછીની આંગળીને મધ્યમાં, તેની પછીની આંગળીને અનામિકા અને છેવટની આંગળીને કનિષ્ઠા કે કનિષ્ઠિકા કહેવામાં આવે છે. જાગણનામાં આંગળીઓનું આ જ્ઞાન જરૂરી છે, એટલે પાઠકેએ તેને બરાબર ખ્યાલ રાખવો.