________________
'
કેટલાક નિષેધ સંભવ ઘણે છે છે અને પ્રતાદિ દોષ આવી જવાની પૂરી સંભાવના છે. (પૃબ ઝડપે જપ કરવો એ દ્રુતદેષ છે.)
(૧૬) રોજની ટેવ પ્રમાણે સૂવાનો સમય થયે હેય, ત્યારે મંત્રજપ કરવો નહિ, કારણ કે એ વખતે ઝોકાં આવવાનો તથા નિદ્રાધીન થઈ જવાનો સંભવ છે. તેની પહેલાંને કલાક-સવા કલાક જેટલો સમય જપ માટે પસંદ કરી શકાય. ' . . . . . .
(૧૭) ભેજનો સમય થઈ ગયો હોય, ત્યારે જપ કરવો નહિ, કારણ કે તે વખતે મન વ્યગ્ર હોય છે. - (૧૮) ભોજન કર્યા પછી તરત પણ જપમાં બેસવું નહિ, કારણ કે તે વખતે બગાસાં આવવાનો તથા શરીર ભારે થઈ જતાં મન અસ્વસ્થ થઈ જવાનો સંભવ છે. ભોજન કર્યા પછી એક કલાકે જપ કરવો હોય તે કરી શકાય. . (૧૯) માર્ગમાં બેસીને જપ કરવો નહિ, કારણ કે ત્યાં થતી અવરજવરથી મનમાં વિક્ષેપ થાય છે અને ગમે ત્યારે ઉઠવું પડે છે. “બેસીએ જેઈ ઉઠાડે ન કઈ ? એ ન્યાયે પણ માર્ગમાં બેસીને જપ કરવો ઉચિત નથી.
(૨) ચામડાનાં જેડાં કે ચંપલ પહેરીને તથા ચામડાંની કઈ વસ્તુ પાસે રાખીને મંત્રજપ કરવો નહિ. ચામડીને અપવિત્ર માનીને આ નિષેધ ફરમાવેલો છે. આપણાં મંદિરે કે ધર્મસ્થાનમાં પણ આ જ કારણે જોડાં કે ચંપલ પહેરીને જવાને નિષેધ હોય છે. વળી ચામડાની કોઈ વસ્તુ પાસે હોય તે તે બહાર મૂકવી પડે છે...
. ૧૩