________________
વર્ણમાલા વડે જયગણતરી
૨૦૭ પાઠે આવે છે, પણ નીતિનો પાયે ધર્મ છે. ધર્મથી રહિત
નીતિનાં મૂળ જીવનમાં રોપાય શી રીતે? આપણા દેશની ' ધર્મનિરપેક્ષ રાજનીતિએ લગભગ ધર્મરહિત અવસ્થા
સર્જી છે અને તેનાં ભયંકર પરિણામે આપણું સામે આવી રહ્યાં છે. આજે જપ–ધ્યાનાદિ પ્રવૃત્તિ પ્રત્યે વિમુખતા પ્રવર્તે
છે, તેના મૂળમાં પણ આ જ વસ્તુ રહેલી છે. - અમે ઇચ્છીએ છીએ કે લોકે ધર્મ, અધ્યાત્મ, ચાગ
આદિની મહત્તા સમજતા થાય અને જપ-ધ્યાનાદિ જેવી ઉત્તમ ક્રિયાઓને પિતાના જીવનમાં વણી દિવ્ય જીવનને સાક્ષાત્કાર કરે.