________________
જ પસંખ્યા
૧૯
વર્ણમાલા, (ર) કરમાલા, (૩) અક્ષમાલા (મણકાની માલા). તેના વડે જપની ગણતરી કેવી રીતે કરી શકાય? તે જાણવા જેવું હોવાથી હવે પછીના પ્રકરણોમાં તેનું વિવેચન કરવામાં આવ્યું છે.
- જપની સંખ્યા ગણવા માટે ૧૦૦ –સની સંખ્યા વધારે અનુકૂળ છે, પણ તેમાં ભૂલ-ચૂક કે માનસિક વ્યવધાનના ૮ જપ વધારે ઉમેરી તેની સંખ્યા ૧૦૮ કરવામાં આવે છે. એક માળા એટલે ૧૦૮ જપ એ તેને મુખ્ય વ્યવહાર છે, પણ તેમાં ગણતરી તે ૧૦૦ જપની જ થાય છે. એટલે ૧૦ માળા ફેરવીએ તે ૧૦૮૦ નહિં પણ ૧૦૦૦ જપ ગણાય છે અને ૨૦ માળા ફેરવીએ તે ર૧૬ નહિ પણ ૨૦૦૦ જપ ગણાય છે. ઘણા માણસો ૧૦૮ માળાની સંખ્યાથી જપની ગણતરી કરે છે, એટલે આટલી સ્પષ્ટતા કરવી ઉચિત માની છે. ૪ . . " " -
“પસંખ્યા નક્કી કરવા માટે ઘડિયાળને ઉપયોગ થઈ શકે કે નહિં? આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. તેમના કહેવા ભાવાર્થે એમ છે કે આપણી સામે ઘડિયાળ રાખી પંદર મીનીટ સુધી જપ કરીએ અને એ જાણી લઈએ કે તેમાં કેટલા જપ થયા? પછી જપસંખ્યા ગણવાને બદલે ઘડિયાળના કાંટા જ જોઈ લેવા, એટલે કેટલો જપ થયો તેની ખબર પડે. દાખલા તરીકે પંદર મિનીટમાં ૧૦૦૦ જપ થયા હેય તે એક કલાકમાં ૪૦૦૦ જપ થયાનું માની શકાય પણ આપણા મનની સ્થિતિ જોતા એ ગણતરી યથાર્થ થઈ. શકે નહિ. પ્રથમ પંદર મિનીટમાં ૧૦૦૦ જપ થયા હોય તો બીજ, ત્રીજી કે ચોથી પંદર મિનીટમાં પણ તેટલા જ જપ થતા નથીતેમાં વધારે કે ઘટાટો અવશ્ય થાય છે, તેથી જપની પાકી ગણતરી કરવા હોય તો આગલના પ્રકરણમાં જે પદ્ધતિઓ બતાવી છે, તે જ કામે લગાડવી યોગ્ય છે.