________________
[૨૮]
વર્ણમાલા વડે જપગણતરી
વર્ણમાતૃકાના તમામ વર્ગો તથા ક્ષકારનો આધાર લઈને જપની ગણતરી કરવી તેને વર્ણમાલા કહેવામાં આવે છે. તેની રીત એવી છે કે દરેક વર્ણને અનુસ્વારથી યુક્ત કરો અને તેને મંત્રના છેડે લગાડ, ત્યારબાદ કરી તેને મેસ્ટ બનાવો. આ રીતે સીધી આવૃત્તિ એટલે લેમકમથી ૫૦ જપ થાય. વર્ણમાતૃકામાં ૧૬ સ્વર છે, ૩૩ વ્યંજને છે અને તેમાં ળ ઉમેરતાં ૩૪ વ્યંજન થાય છે. એ રીતે કુલ ૫૦ વર્ણ હોવાથી જપની સંખ્યા ૫૦ની થાય. તેમાં હું મેરૂપ હોવાથી તેની ગણતરી થતી નથી. હવે આ જ વર્ણોની વિલોમમે એટલે ઉલટી આવૃત્તિ કરીએ . તે બીજા ૫૦ જપ થાય. એ રીતે કુલ ૧૦૦ જપ થાય. અને ત્યાર પછી જ પ ર શ એ અષ્ટવર્ગના દરેક વર્ણનો ઉપરની રીતે એટલે અનુસ્વાર લગાડીને ઉપગ કરતાં જપસંખ્યા ૧૦૮ની થાય. એક દાખલો લેવાથી આ વસ્તુ વધારે સ્કુટ થશે.