________________
૬૯૪
- જપ-રહસ્ય (૨૧) પગ લાંબા પસારીને મંત્રજપ કરવો નહિ. મંત્રજપ કરતી વખતે કાયાને આસનબદ્ધ કરવાની છે અને તે માટે સ્વસ્તિકાદિ અન્ય આસન ન આવડે તે સુખસનનો આશ્રય તે લેવાનો જ છે. પગ લાંબા પસારીને બેસતાં આસનબદ્ધતા રહેતી નથી, તેમજ મન પણ જોઈએ તેવું એકાગ્ર થતું નથી.
(૨૨) ઉભડક બેસીને મંત્રજપ કરવો નહિ, કારણ કે શરીર એ સ્થિતિમાં લાંબો સમય રહી શકતું નથી. સુખપૂર્વક લાંબા સમય બેસી શકાય એવું આસન જ મંત્રજપમાં ઈષ્ટ મનાયેલું છે.
(૨૩) ચાલતાં ચાલતાં મંત્રજપ કરવો નહિ. ચાલતી વખતે રસ્તા પર નજર રાખવાની જરૂર રહે છે, એટલે મંત્રજપમાં ધ્યાન રહે નહિ. જે મંત્રજપમાં ધ્યાન રાખીને ચાલવામાં આવે તે ચાલવાની ક્રિયા બરાબર થાય નહિ, પરિણામે પગ આડેઅવળે પડે, મચકોડાઈ જાય કે ખાડામાં પડવાને પ્રસંગ આવે, તેથી આ પ્રકારનો નિષેધ ફરમાવેલ છે.
કેટલાક સંપ્રદાયમાં માથું તથા હાથ ઢાંક્યા વિના મંત્રજપ કરવાને નિષેધ છે અને તેથી તેઓ જપ કરતી વખતે માથે કપડું ઢાંકે છે તથા ગૌમુખીને ઉપગ કરે છે.
જપના આ વિધિ-નિષેધનો ખ્યાલ રાખીને મંત્રજપ કરવામાં આવશે તો તે યથાર્થપણે થશે અને ટૂંક સમયમાં જ તેને પ્રભાવ દેખાડશે..
.