________________
[ ૨૭ 1
-
-
આઇપણ
ય ક ા સ્થિત
ભારતમાંથી અમેરિકા જવું હોય તો અમુક અંતર કાપવું પડે છે; અથવા જમીનમાંથી પાણી મેળવવું હોય તે અમુક ઊંડાણ સુધી ખેદકામ કરવું પડે છે. તે જ રીતે કેઈપણ મંત્રની સિદ્ધિ મેળવવી હોય તે તેને અમુક સંખ્યામાં જપ કરે પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે
જ્યાં સુધી કોઈપણ મંત્રની નિયત જપસંખ્યા પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં સિદ્ધિ સાંપડતી નથી અને અપેક્ષિત કુલ મળતું નથી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે કોઈપણ સાત્વિક મંત્રનો જપ શરૂ કરતાં અમુક લાભ થવા માંડે છે, પણ તેની સિદ્ધિ તે નિયત જપસંખ્યા પૂરી થાય ત્યારે જ સાંપડે છે. એટલે જ પસાધકે નિયત જપસંખ્યા પૂરી કરવા તરફ ખાસ લક્ષ્ય આપવું જોઈએ. નિયત જપસંખ્યા પૂરી કરવી તેને પુરશ્ચરણ કર્યું કહેવાય છે. : " કયા મંત્રને કેટલે જપ કરવો? તે તેના વિધિ, આમ્નાય કે કલ્પમાં દર્શાવેલું હોય છે અને તેને જ આપણે