________________
જપ-રહસ્ય તે તેને પ્રથમ શુદ્ધ જળથી ધોઈને સાફ કરવું જોઈએ અને પછી ગુલાબજળનો છંટકાવ કરી તેને સાફ કરી ત્યાં ધૂપદીપ પ્રકટાવી તેને ઉપયોગમાં લેવા જોઈએ.
વર્તમાનકાલમાં જીવનસમશ્યા ઘણી જટિલ બનેલી છે અને શહેરમાં ઘણા લેકેને બે ઓરડી કે માત્ર એક ઓરડીમાં કુટુંબ સાથે રહેવાનો પ્રસંગ આવે છે. આવી - વ્યક્તિઓએ જપસાધના કરવા માટે નજીકનું મંદિર, કેાઈ ધર્મસ્થાન કે એવા જ બીજા કેઈ સ્થાનમાંથી વધારે અનુકૂલની પસંદગી કરી તેને ઉપયોગ કરે જોઈએ..
છેવટે અમે એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે જપ માટે અનુકૂલ સ્થાનની જરૂર છે, પણ તેવું સ્થાન ન જ મળે તે શક્ય એટલા સારા સ્થાનને પસંદ કરી ત્યાં - જપનો પ્રારંભ કરે. અનુકૂલ સ્થાનના અભાવે જપ કરવાનું -માંડી વાળવું, એને અમે હિતાવહ લેખતા નથી. જપ ચાલુ
થતાં તેના પ્રભાવે અનુકૂલ સ્થાન મળી રહેશે, એ સાધકે વિશ્વાસ રાખવે.
જપ ક્યાં કરવો?” તેના ઉત્તરમાં આટલું વિવેચન પર્યાપ્ત છે.