________________
[૨૫]
જપ કેમ કરવો?
જપ માટે સ્થાન અને સમયની પસંદગી બરાબર હોય, પરંતુ જપ તેની વાસ્તવિક પદ્ધતિએ થતો ન હોય, તે તેનું પરિણામ શું આવે? આજે જપની ફલદાયકતા અંગે જે બૂમ ઉઠી રહી છે, તે મોટા ભાગે તેની વાસ્તવિક પદ્ધતિને નહિ અનુસરવાનું પરિણામ છે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં “જપ કેમ કરવો?” તે અંગે અમે કેટલુંક વિવેચન કરીશું.
કબીરજીએ કહ્યું છે કે – माला तो करमें फिरे, जीभः फिरें मुख माही;
मनवा तो चिहुं दिसि फिरे, यह तो सुमिरन नाही.. . માળાના મણકા હાથમાં ઝપાટાબંધ ફરતા હોય મુખમાં જીભ ખૂબ ઊંચી-નીચી થતી હોય અને મનચારે દિશામાં અહીંતહીં રખડતું હોય, તેને જય કહી શકાય નહિં.