________________
જપ કેમ કરવો?
૧૮૧ તાત્પર્ય કે જ્યારે માળાના મણકા સમગતિએ ફરે, જીભ ઊંચી-નીચી થાય નહિ તથા મનની વૃત્તિઓ સ્થિર થાય, ત્યારે જ સાચા અર્થમાં જપ થાય છે. - " ભૂતશુદ્ધિતંત્રમાં કહ્યું છે કે –
मनः संहृत्य विषयान् , मन्त्रार्थगतमानसः । . न द्रुत न विलम्ब च, जपेन्मौक्तिकहारवत् ॥
‘મનને વિષયમાંથી ખેંચી લઈને મંત્રાર્થમાં જોડવા ‘પૂર્વક અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ, એ રીતે ખેતીની માળા માફક જપ કરો.”
" આને સ્પષ્ટાર્થ એ છે કે જપ કરતી વખતે મનને અન્ય સર્વ વિષયોમાંથી ખેંચી લેવું અને તેને મંત્રાર્થમાં જોડવું. મંત્રાર્થ એટલે મંત્રદેવતા. મંત્રના જે અક્ષરો છે, તે મંત્રદેવતાનો દેહ છે અને તેમાં જે શક્તિ રહેલી છે, તે મંત્રદેવતાનો આત્મા છે, એટલે મંત્ર પર મનોવૃત્તિ સ્થિર કરવી એ એને ગૂઢાર્થ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જે વસ્તુ જરૂરી નથી, તેને ભૂલી જવી અને જે વસ્તુ જરૂરની છે, તેના પર ચિત્તવૃત્તિ એકાગ્ર કરવી. - આ રીતે ચિત્તવૃત્તિ મંત્ર પર એકાગ્ર કર્યા પછી ક્રુત એટલે બહુ ઝડપથી નહિ અને વિલખિત એટલે બહુ ધીમેથી પણ નહિં, એ રીતે અર્થાત્ સમગતિએ મંત્રપદનું રટણ કરવું. તંત્રશાસ્ત્રોમાં કહ્યું છે કે જે અતિ ઝડપથી જપ કરે છે, તેના ધનનો નાશ થાય છે અને જે અતિશય
મા
'