________________
૧૬૪
જપ-રહસ્ય વહેલા એટલે ક્યારે ?” એનો ઉત્તર એ છે કે - પાંચ વાગે તે ઉડી જવું જ જોઈએ. એથી બે-અઢી : કલાક જેટલો સમય વધારે મળશે અને તેમાં જપની ક્રિયા –જપની સાધના સારી રીતે થઈ શકશે.
આટલું વહેલું તે કેમ ઉઠાય ? ” એને ઉત્તર એ છે કે જેવી ટેવ પાડીએ તેવી પડે. “આહાર અને નિદ્રા વધાર્યાં વધે છે અને ઘટાડયા ઘટે છે.” એ કહેવત તો તેમણે - સાંભળી જ હશે. જે મનથી સંકલ્પ કરવામાં આવે કે
મારે પાંચ વાગે ઉઠવું છે, તો આપણે પાંચ વાગે ઉઠી - શકીએ છીએ. કેઈ મિત્ર સવારની પાંચ વાગ્યાની ગાડીમાં આવવાનો હોય અને આપણે સામા જવાનું હોય, ત્યારે આપણે એવો વિચાર કરીને સૂઈએ છીએ ને એ પ્રમાણે જરૂર જાગી ઉઠીએ છીએ.
કોઈને એમ લાગતું હોય કે સાતને બદલે સાડા છ કે છ વાગે ઉઠી શકીએ, પણ પાંચ વાગ્યે તે ન જ - ઉઠાય, તે તેણે પ્રથમ છ વાગે ઉઠવાનો, પછી સાડા પાંચ વાગ્યે ઉઠવાનો અને છેવટે પાંચ વાગે ઉઠવાને પ્રયોગ કરે જોઈએ. તેમાં જરૂર સફલતા મળશે.
વહેલા ઉઠી ન શકવાનાં કારણો શું છે? તે પણ જાણવા જોઈએ. જે રાત્રે મોડા સૂવાની ટેવ હોય, તે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. પ્રયત્ન કરવાથી તેમાં સફલતા મળી શકે છે. રાત્રે મોડે સુધી ગપ્પાં મારવાં, - ગંજીપો રમ કે ચોપાટ ટીચવી તેના કરતાં વહેલાં સૂઈને