________________
.
[૨૨]
નિયમબદ્ધતા
મનને સ્થિરતા કરવામાં, મનને કાબૂમાં રાખવામાં નિયમબદ્ધતા ઉપકારી નીવડે છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે કેટલુંક વિવેચન કરીશું. '
નિયમબદ્ધતા એટલે નિયમથી બદ્ધ થવાની સ્થિતિ. - નિયમથી બદ્ધ થવું એટલે નિયમથી બંધાવું. જેમ દેરડા
કે સાંકળથી બંધાયેલે મનુષ્ય જ્યાં-ત્યાં ફરી શક્તો નથી, તેમ નિયમથી બંધાયેલો મનુષ્ય જે તે કામ કરી શક્ત નથી. તે નિયમ અનુસાર જ કામ કરે છે, એટલે તેના મન અને શરીર પર એક જાતનું નિયંત્રણ આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેથી એક પ્રકારનો સંયમ કેળવાય છે અને તે ચારિત્રનું નિર્માણ કરવામાં એટલે કે જીવનનું સુર–સરસ–પ્રશસ્ત ઘડતર કરવામાં ઉપયોગી નીવડે છે. - નિયમ નાનું હોય કે મોટો હોય, તેની અસર મનુષ્યના જીવન પર અવશ્ય પડે છે, તેથી નિયમનું