________________
-
-
-
[૨૩]
જપ કયાં કરવો ?
પૂર્વે એટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે જપસાધના માટેનું સ્થાન શુદ્ધ-પવિત્ર હોવું જોઈએ. તે અંગે ચોગસંહિતામાં નીચે પ્રમાણે વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે :
गोशाला वै गुरोगेंह, देवायतनकाननम् ।। पुण्यक्षेत्रं नदीतीरं, सदा पूतं प्रकीर्तितम् ।
ગોશાલા, ગુરુનું ઘર, દેવાલય, વનપ્રદેશ, તીર્થભૂમિ અને નદીને કિનારે સદા પવિત્ર કહેલા છે.” - પ્રાચીનકાળમાં આપણા દેશમાં ગાયનું પાલન-પોષણ સારી રીતે થતું અને સ્થળે સ્થળે સુંદર ગોશાળાઓ હતી. ત્યાં જવાથી જપસાધકને વારંવાર ગાયમાતાનાં દર્શન થતાં, તેને સ્પર્શ કરવાનો અવસર મળતો અને પવિત્રતાનો અનુભવ થતો. આજે આવી ગૌશાળાઓ મળવી મુશ્કેલ છે, એટલે સાધનાસ્થલ તરીકે ગૌશાળાની પસંદગી ઓછી થાય.