________________
૧૨૦
કે જપ-રહસ્ય તો “આ નામસ્મરણથી મને કંઈ ફળ મળશે કે કેમ ? મારે આ નામસ્મરણ શા માટે કરવું ? શાસ્ત્રો અને સંતે ગપ તે નહિં મારતા હોય ? આવા આવા વિચારો આવી મન ડહોળાઈ જવાનું અને આખરે નામસ્મરણ છૂટી જવાનું, માટે શ્રદ્ધા કેળવવાની જરૂર છે. જ્યારે જગતના દરેક ધર્મોએ નામસ્મરણને સ્વીકાર કર્યો છે, વળી અધ્યાત્મવાદીઓ, ગસાધકે, મંત્રવિશારદ, ભક્તજને તથા સાધુસંતાએ તેને અપનાવેલ છે, ત્યારે તે એક મહાન કે મહત્ત્વપૂર્ણ વસ્તુ હોવી જ જોઈએ. હું તેને બરાબર અનુસરીશ અને મારા અભીષ્ટની સિદ્ધિ કરીશ. આ વિચાર કરીને મનને સંશયરહિત બનાવવું જોઈએ અને નામજપ કે નામરમરણમાં લાગી જવું જોઈએ.
જે મનુષ્ય દરેક બાબતમાં શંકા કરે છે અને કુતર્કો કરી સત્યાનથી દૂર રહે છે, તેની હાલત આખરે અત્યંત બૂરી થાય છે. તે અંગે એક દષ્ટાંત યાદ આવે છેઃ જેના મડદાનું શિયાળે પણ ભક્ષણ ન કર્યું.
નદીકિનારે એક મડદું પડ્યું હતું. એક શિયાળ તેને ખાવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાં એક કવિ આવ્યે. તેણે કહ્યું : “અરે શિયાળ! તું શું કરે છે?” શિયાળે કહ્યું : “મને ઘણું ભૂખ લાગી છે, અને આ મારું ભક્ષ્ય છે, તેથી તેના વડે ઉદરપૂર્તિ કરવા ઇચ્છું છું.' કવિએકહ્યું : “તારી વાત ઠીક છે, પણ આ મનુષ્યનાં દરેક અંગ !