________________
-૧૨૬
જપ-રહસ્ય - ભસ્મ ચોળવી, તે આગ્નેય સ્નાન છે. ગાયના પગની રજને - શરીરે ચેળવી, તે વાયવ્ય સ્નાન છે. તડકે હેાય અને - વરસાદનાં છાંટા પડી શરીર વાય, એ દિવ્યસ્નાન છે. - પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરવું, એ વાણસ્નાન છે અને ભગવાનનું ચિંતન કરવું, એ માનસસ્નાન છે.
આજે શહેરે અને મેટા ગામોમાં નળવાટે પાણી - આવે છે અને તેને ડેલ કે હાંડામાં ભરી તેના વડે સ્નાન - કરવામાં આવે છે. આગળ સ્નાન કરતી વખતે ઉવટ્રણઉદ્વર્તનને પ્રયોગ થતો, તેથી શરીર પર મેલ નીકળી જેતે અને શરીર સુગંધી બનતું. વિટ્ટણમાં કઈ પદાર્થ અપવિત્ર ન હતો. તેમાં વપરાતી બધી જ વસ્તુઓ વનસ્પતિજન્ય હતી, પરંતુ આજે સાબુને વ્યાપક પ્રચાર છે અને તેના વડે જ શરીરશુદ્ધિ કરવામાં આવે છે. તેમાં અન્ય પદાર્થો ઉપરાંત ચરબીનો પણ ઉપગ હોય છે, એટલે જપસાધનામાં પ્રવેશ કરનારે ચરબી વિનાનો સાબુ વાપર. આ સાબુ બજારમાં મળી શકે છે અને - ન મળે તે ઘરે પણ બનાવી શકાય છે. જે એ શક્ય ન હોય તે સ્નાન કરતી વખતે વિટ્ટણને અથવા આંબળાના ચૂર્ણને અથવા માત્ર કાળી માટીનો ઉપગ કરે. - જપસાધકે સ્નાન કરતી વખતે કઈને કઈ વસ્ત્ર ધારણ કરેલું હોવું જોઈએ. તદ્દન નગ્ન થઈને ન્હાવાને નિષેધ - છે. વળી એ વખતે મુખ પૂર્વ ભણું અથવા ઉત્તર ભણી = રાખવું જોઈએ. ' ' . '