________________
શરીરની અત્યંતર શુદ્ધિ ત્રણ ક્રિયા વડે શરીર અંદરથી શુદ્ધ થતાં સ્વસ્થ બને છે અને ગસાધનામાં ઉપકારક નીવડે છે.
..
- જપસાધનામાં શરીરની અત્યંતર શુદ્ધિ માટે ભૂતશુદ્ધિની ક્રિયા જાયેલી છે. ભૂતશુદ્ધિ એટલે ભૂતની શુદ્ધિ અને વધારે સ્પષ્ટ કહીએ તે પાંચ પ્રકારના ભૂતની શુદ્ધિ. પાંચ ભૂતા તે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણા શરીરની રચના આ પાંચ ભૂતથી થયેલી છે. આપણા શરીરમાં હાડ, માંસ વગેરે જે કઠિન પદાર્થો છે, તે પૃથ્વીભૂતને આભારી છે. આપણા શરીરમાં લોહી, પેશાબ, પરસેવે, શૂક વગેરે જે પ્રવાહી પદાર્થો છે, તે જલભૂતને આભારી છે. આપણા શરીરમાં જે ઉષ્ણતા-ગરમી વ્યાપી રહેલી છે તથા અન્નપાચનની ક્રિયા થાય છે, તે અગ્નિભૂતને આભારી છે. આપણા શરીરમાં વાયુનું નિર્ગમન તથા તે દ્વારા થતી રક્તશુદ્ધિx વગેરે વાયુભૂતને આભારી છે. અને આપણા શરીરમાં જે પિલાણ છે, તે આકાશભૂતને આભારી છે. આ ભૂતમાં વિકૃતિ-વિકાર થવાથી શરીરની સ્થિતિ બગડે. છે, તેથી તેની શુદ્ધિ કરવી આવશ્યક છે. જે ભૂતશુદ્ધિની કિયા નિયમિત કરવામાં આવે તે શરીર ગિરહિત રહે
૪ આપણું શરીરમાં રહેલા વાયુના પાંચ પ્રકારે મનાયેલા છેઃ (૧) પ્રાણ, (૨) અપાન, (૩) સમાન, (૪) ઉદાન અને (૫) વ્યાન. આ દરેકનાં જુદાં જુદાં કાર્યો છે. તે પ્રાણધારણમાં અતિ ઉપયોગી છે.'
' . . . . . .
.