________________
૧૪૪
- જપ રહસ્ય રાજા-મહારાજાઓ દુઃખી છે અને મોટા મહંતે તથા અવધૂત પણ દુઃખી છે. વળી રંકે પણ દુઃખી છે અને શ્રીમતે પણ દુખી છે. આ રીતે તૃષ્ણાના તારમાં લપેટાયેલા. સહુ કેઈ દુઃખી છે. આ જગતમાં માત્ર એક જ સુખી છે. અને તે પિતાનું મન જિતનારા સંત. .
તાત્પર્ય કે જેઓ પોતાના મનને જિતે છે, તે જ સાચા અર્થમાં સુખી છે, બાકીના બધા દુઃખી છે.
અહીં અમને એક જૈન મહર્ષિનાં નિમ્ન વચનો યાદ. આવે છેઃ
सत्यं वच्मि हितं वच्मि, सारं वच्मि पुनः पुनः । असारे खलु संसारे, सारमात्मवशं मनः ।।।
હે મહાનુભાવે ! મને જે સત્ય સમજાયું તે તમને. કહું છું. મને જે હિતકર લાગ્યું, તે તમને જણાવું છું. અને મને જે સર્વ શાસ્ત્રોના સારરૂપ લાગ્યું, તે તમારી. આગળ રજૂ કરું છું. ‘આ અસાર સંસારમાં મનને. ' પિતાના કાબૂમાં રાખવું, એ જ એક સાર છે.”
મનને સ્થિર કરવાના મુખ્ય ઉપાયે બે છે: એક શાસ્ત્રસ્વાધ્યાય અને બીજે સત્સંગ. “શાસ્ત્રો અનેક છે, અનેક જાતનાં છે. તેમાંથી કેને સ્વાધ્યાય કરે? ” એ પ્રશ્ન થવાનો સંભવ છે. તેનો ઉત્તર એ છે કે “જપસાધનામાં. આગળ વધવા ઈચ્છનારે મુખ્યત્વે અધ્યાત્મ, રોગ અને જ૫. સંબંધી લખાયેલા શાસ્ત્રોનો-ગ્રંથને સ્વાધ્યાય કરે.
સત્સંગને મહિમા જાતે છે. આમ છતાં તેને. વિશેષ ખ્યાલ આવે, તે માટે અહીં એક કથા રજૂ કરીશું..