________________
૧૦ર
જપ-રહસ્ય વગેરેનો ઉપગ કરીએ, તે પણ શુદ્ધ હોવાં જોઈએ. આ રીતે બધાં દ્રવ્યો શુદ્ધ હોય તે મંત્રદેવતા જલદી પ્રસન્ન. થાય છે અને આપણું ધાર્યું કામ પાર પડે છે. * જે દેવતાનું મંત્રસાધન કરવાનું હોય, તેમને પધરાવવા. માટે ખાસ પીઠ એટલે એક પ્રકારનું આસન જોઈએ. (સિંહાસન ન હોય તે લાકડાનો બાજોઠ કે પાટલે પણ, ચાલી શકે.) તેના પર અમુક મંત્ર બોલીને દેવતાની સ્થાપના. કરવી અને દીપ, ધૂપ પ્રકટાવીને જપ વડે ત્રણ વાર પ્રેક્ષણ કરવું, તે દેવશુદ્ધિ કહેવાય છે.
છેવટે શુદ્ધિ અંગે કબીરજીની એક સાખી સાંભળી લઈએशुद्धि विन सुमिरन नहि, भक्ति विन भजन न होय; पारस बिच परदा रहा, लोहा क्यु कंचन होय ?
અંતરની શુદ્ધિ વિના નામ મરણ થતું નથી. ભક્તિઃ વિના ભજન થતું નથી. જે પારસમણિને લેઢાને સ્પર્શ થાય તો એ કંચનસુવર્ણ બની જાય છે, પણ વચ્ચે. પડદે હય, તે શું થાય? તાત્પર્ય કે અશુદ્ધિ રૂપી પડે. આવી જાય તે નામસ્મરણ કે ભક્તિનું વાસ્તવિક ફલ મળે નહિ.”
શુદ્ધિના અધિકારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને તે માટે બનતે પ્રયાસ કરવાને છે.