________________
મ
૨૩૦
' જપ-રહસ્ય સાધના પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ મુખ રાખીને કરવી અને રાત્રે તે માત્ર ઉત્તરદિશા તરફ જ મુખ રાખવું. .
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે જ્યારે સૌભાગ્ય માટે જપ ચાલ હોય, ત્યારે પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે તે ઉદયની દિશા છે અને જ્યારે ઉપદ્રવ નિવારણ અર્થે અથવા મનશુદ્ધિ માટે જ ચાલતું હોય, ત્યારે ઉત્તરદિશા તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે એ શાંતિની દિશા છે.
તંત્રશામાં શુદ્ધિના પાંચ પ્રકારે પણ માનવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) આત્મશુદ્ધિ, (૨) સ્થાનશુદ્ધિ, (૩) મંત્રશુદ્ધિ, (૪) દ્રવ્યશુદ્ધિ અને (૫) દેવશુદ્ધિ. તેમાં આત્મશુદ્ધિથી પોતાના શરીર અને મનની શુદ્ધિ સૂચવેલી છે કે જેનું વિવેચન ઉપર થઈ ગયું છે. સ્થાનશુદ્ધિની વાત પણ ઉપર આવી ગઈ છે. મંત્રશુદ્ધિ એટલે જે મંત્ર જપવાનો હોય, તે બરાબર યાદ કરી લેવું. તેમાં કેઈઅક્ષર કે કાના–માત્રા આદિની ભૂલ રહેવી ન જોઈએ. જે કેઈ અક્ષર આઘ–પાછા થાય અને અનર્થ થાય છે અને તેનું પરિણામ વિપરીત આવે છે. - એક જપસાધક રોજ સવારે ગંગાનદીમાં ઊભે રહીને ભેરવને જપ કરતે હેતે. જપસંખ્યા પૂરી થતાં. ભેરવ પ્રકટ થય, પણ એ વખતે ધ્યાન ન રહેવાથી પેલો સાધક ૪ રક્ષ ને બદલે મક્ષ મક્ષ બેલતે હતે, એટલે
ભેરવે તેનું ભક્ષણ કર્યું -