________________
૧૧૮
જપ-રહ:
શ્રદ્ધાવાળો ભણવા માંડે છે અને વિદ્યાવાનું થાય છે. “હું જરૂર ધન કમાઈ શકીશ એવી શ્રદ્ધાવાળા વ્યાપારધધ. કરવા માંડે છે અને ધનવાનું થાય છે. આ કામ હું જરૂર. પાર પાડી શકીશ” એવી શ્રદ્ધાવાળો. એ કામ હાથ ધરે. છે અને તેને પાર પાડે છે. “મારે આ રોગ જરૂર મટી. જશે' એવી શ્રદ્ધાવાળા રોગથી રહિત બનીને સુંદર આરોગ્યની પ્રાપ્તિ કરી શકે છે. એથી વિરુદ્ધ “મારા. નશીબમાં વિદ્યા નથી” એવું માનનાર વિદ્યાભ્યાસ અર્થેથી. છોડી દે છે અને ચશ તથા લાભ બંનેથી વંચિત રહે છે. લાખ મળવાનો નથી અને લખેસરી થવાના નથી.” એવી માન્યતાવાળાનો પ્રયત્ન જ એ લલો હોય છે કેતેને લાખ મળતા નથી અને તે લખેસરી થતાં નથી.. “આ મારું કામ નહિ, એ મને આવડે નહિ, એ મારાથી. કેમ થશે?” એવા મુફલીસ વિચાર ધરાવનાર કેઈ પણ. મહત્વનું કાર્ય હાથ ધરી શક્તા નથી અને કદાચ ધરે. તે તેને પાર પાડી શકતું નથી. તે જાય, તે મૂઆના. સમાચાર લાવે” એ કહેવતનું વાસ્તવિક રહસ્ય આ જ છે.
કે
;
અનંત અપાર ઉદધિને ઘૂઘવતો દેખીને બુદ્ધિ વિહૂવલ. બની જાય છે. આ વિશાળ સાગર કેમ પાર થઈ શકે ? એમાં અનેક પ્રકારનાં જોખમે સમાયેલાં છે. એમાં આ જોખમ છે, તે જોખમ છે, અહીં જોખમ છે, તહીં જોખમ. છે; વગેરે. પરંતુ શ્રદ્ધા તે સ્થળે પણ સ્થિર જ રહે છે. તે કહે છે કે “મહાસાગર અપાર છે, તે મારું બળ પણ,