________________
૧૦૮
જપ-રહસ્ય તે તારાજ થઈ ગઈ છે. વિશેષ વિગત પછી મેકલીશું.' શેઠ એ તાર સામે જોઈ જ રહ્યા.
તેને એક કલાક વ્યતીત થશે કે એક ત્રીજો તાર કલકત્તાથી આવ્યો કે “આજ રોજ અહીં એકાએક હુલ્લડ ફાટી નીકળતાં તમારા પત્ની અને પુત્ર તેમાં સપડાઈ જઈ સખ્ત ઘાયલ થયા છે. તેમને હોસ્પીટલમાં ખસેડ્યા છે, પણ સ્થિતિ ગંભીર છે?
આ તાર વાંચતાં જ શેઠ બોલી ઉઠ્યાઃ “ઓ “ભગવાન ! આ શું થવા બેઠું છે? મને માફ કર. મેં તારી -ખૂબ નિંદા કરી છે. હવે હું કદી પણ તારી નિંદા નહિ કરું, મને બચાવ! મને બચાવ!” અને તે ભગવાનનું નામ રટવા લાગ્યા. બીજા દિવસે તેમને બીજો તાર મળતાં જાણ્યું કે સ્ટીમરને અણધારી મદદ આવી મળતાં તે બચી જવા પામી હતી, ત્યાર બાદ તેમની અમૃતસરની પિઢીને પૂરો વીમો મળે અને તેમના પત્ની તથા પુત્ર સાજા થઈને ઘરે આવી ગયાં. '
“ભગવાનનું કયું નામ લેવું ?” તેનો ઉત્તર એ છે કે “ભગવાનનાં નામે અનેક છે, તેમાંથી જેની જેના પર વિશેષ પ્રીતિ હોય, તે નામ તેણે લેવું.
“ભગવાનનાં નામે અનેક શા માટે ?” એનો ઉત્તર એ છે કે “ભગવાનમાં અનેક ગુણ રહેલા છે, તે સૂચવવા માટે તેનાં અનેક નામે પડેલાં છે.
“ભગવાનનાં બધાં નામમાં શું સરખી શક્તિ હોય?