________________
- જપ-રહસ્ય. મંત્રની શક્તિને કોઈ પહોંચી શકે એમ નથી. તમારું સાયન્સ–તમારું વિજ્ઞાન એની આગળ કંઈ નથી.” . : આવા તે અનેક ચમત્કાર શ્રીગેપાલ સ્વામીએ. બતાવ્યા હતા અને છેવટે ગોપાલની-ઈશ્વરની અનંત શકિતમાં. શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપે હતે. . . - શ્રી મણિબહેન પણ આજે હૈયાત નથી. તેઓ સ્વામી. સહજાનંદજીમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા અને એ સંપ્રદાયના. એક મહાપુરુષ પાસેથી અભુત મંત્રશક્તિ પ્રાપ્ત કરી. શક્યા હતા. તેમના પ્રયોગો જોવાનો અવસર અમને મળેલો છે. તેઓ સામાન્ય રીતે ગૃહસ્થને ઘેર જતા અને તેના એકાદ એરડામાં પિતાની બેઠક લેતા. ત્યાં પ્રથમ એક ઊંચા આસન પર સ્વામી સહજાનંદજીની છબી પધરાવતા, પછી બે ત્રણ ભજન ગાતાં અને ત્યાર બાદ જેમના મસ્તકે હાથ મૂકે તેમને તરત સમાધિ લાગી જતી, એટલે તે ઢળી પડતા. તે પછી લેકે જે વસ્તુ માગે, તે હાથને હવામાં વીંઝીને લાવી દેતા. - અમે તેમના જે પ્રયોગોમાં હાજર હતા, ત્યાં આવું બધું બન્યા પછી એક જણાએ માળા માગી, તે તેમણે હાથ વીંઝી તરત આપી દીધી. પછી ગીતાજીનું પુસ્તક માગવામાં આવ્યું, તે પણ તેમણે હાથ વીંઝીને આપી દીધું. છેવટે નારંગી માગી, તે પણ તેમણે એ જ રીતે હાજર કરી. તે પછી પ્રશ્નોત્તરી થઈ, તેમાં અનેક પ્રશ્નોના ઉત્તર અપાયા અને તે સાચા હતા. કે . . .