________________
ક
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૦પ દલાલ સમજી ગયે કે આ માણસને જરૂર ભગવાનની સહાય છે, નહિ તે આમ બને નહિ. ' ' - હવે થોડા દિવસ બાદ તેણે બીજા ગ્રાહકને પૂછયું
કે “તમે આટલા ગણતરીબાજ છે, છતાં આમ કેમ - બન્યું? ” પેલે શું જવાબ આપે? તે ચૂપ રહ્યો. આથી
દલાલે વધારે પૂછયું નહિ. " તાત્પર્ય કે માત્ર બુદ્ધિ લડાવવાથી કે તર્મો કરવાથી " સંકુલતા મળતી નથી, તે માટે એક પ્રકારની આધ્યાત્મિક
શક્તિની જરૂર છે અને તે ભગવાનના નામજપ કે નામ| સ્મરણમાંથી મળી રહે છે..' '
. કેટલાક મનુષ્ય કહે છે કે “અમે ભગવાનને માનતા નથી, ભગવાન જેવી કોઈ વસ્તુ આ જગતમાં છે જ ક્યાં? - હાય તે અમને દેખાય કેમ નહિ?” આ વચને અભિમાનનાં
પણ છે અને મૂર્નાઈનાં પણ છે. અભિમાનના એટલાં માટે કે તેમાં “અમે જાણીએ એટલું જ સાચું” એવો ભાવ રહેલે છે અને મૂર્નાઈનાં એટલા માટે કે જે વસ્તુ નજરે ન દેખાય, તેનું અસ્તિત્વ જ નથી એવું તેમાં પ્રતિપાદન થાય છે. " છે પરંતુ આ દુનિયામાં આપણે બહુ થોડું જાણીએ છીએ. ન જાણેલું તો તેનાથી અનેકગણું કે અનંતગણું
છે. તે શું એ બધું ખોટું ? આપણે ભીંતની પાછળ જોઈ - શકતા નથી, તેથી શું એમ કહી શકાશે કે તેની પાછળ
કઈ વસ્તુ જ નથી ?'