________________
: જપ-રહસ્ય पूजां ध्यान, जप, होम, तस्मात् कर्मचतुष्टयम् । प्रत्यहं साधकं कुर्यात् , स्वयं चेत् सिद्धिमिच्छति ।।. - જે સાધક મંત્રસિદ્ધિને ઈચ્છા હોય તે તેણે પૂજા, ધ્યાન, જપ અને હેમ. એ ચાર કર્મ પ્રતિદિન પોતે કરવાં જોઈએ.
' અહીં પૂજાથી ઈષ્ટદેવતા-મંત્રદેવતાનું પૂજન અને ધ્યાનથી તેમના સ્વરૂપની વિચારણા અભિપ્રેત છે. ધ્યાન અંગે વિશેષ વિચારણા આગળ આવશે. આ બધી ક્રિયાઓ પોતે કરવાની છે. તે જ તેને સિદ્ધિ સાંપડે છે. તાત્પર્ય કે મંત્રસાધકે રોજ જે ચાર પ્રકારની ક્રિયાઓ કરવાની છે, તેમાં પણ જપનું સ્થાન નિશ્ચિત છે.
આ રીતે મંત્રસાધનામાં જપનું સ્થાન ઉત્કૃષ્ટ અને અનિવાર્ય છે અને તે આપણા જપ તરફને આદર અનેકગણું વધારી દે છે.