________________
*
જપ-રહસ્ય
જોયું તે પોતાની બેગ ગુમ થયેલી હતી. વાટખીના બધા પૈસા તેમાં જ હતાં. તેણે નિસાસો નાખીને કહ્યું: “હે. અલ્લાહ! હે પરવરદિગાર! હું અહીં કેઈને ઓળખતો નથી કે તેની પાસેથી પૈસા ઉછીના લઈ શકું. હવે હું ઘરે શી રીતે પહોંચીશ? ” પરંતુ એ વખતે તેમને સન્મતિ સૂઝી, એટલે ત્યાં બેસીને અલ્લાહનું નામ જપવા લાગ્યા. આ રીતે એક કલાક જેટલો સમય ત્યાં પસાર કરી બહાર નીકળ્યા અને છેડે દૂર ગયા, ત્યાં એક માણસ સામે મળે. તેને ઓળખી કાઢતાં વાર લાગી નહિ. તે વડોદરામાં એના મહેલ્લામાં જ રહેતે હતે. પેલા માણસે આનું નામ દઈને પૂછ્યું : “ક્યારે આવ્યા છે ? જાત્રા તે સારી રીતે થઈ ને ? મારે લાયક કંઈ કામકાજ હોય તો કહેજો.”
આ ભાઈએ કહ્યું : “ડા પૈસાની જરૂર છે. એટલે પેલા ભાઈએ પિતાના ખિસ્સામાંથી રૂપિયા –સેની બે નોટ કાઢીને આપી. આ ભાઈએ તેને આભાર માન્ય અને વડેદરા પોંચ્યા પછી આ રકમ પરત કરી દેવાનું જણાવ્યું.
આ મુસ્લિમ ભાઈ ઘરે પાછા ફર્યા, સહુને આનંદ 9. બે-ત્રણ દિવસ બાદ તે રૂપિયા બસો પિતાની પાસે લઈ પેલા ભાઈને આપવા નીકળ્યા. તેના ઘરે પહોંચતાં પિલા ભાઈએ સત્કાર કર્યો. પછી આ ભાઈએ પૂછયું કે “તમે અજમેરથી ક્યારે પાછા ફર્યા ત્યારે પેલા ભાઈએ કહ્યું : “હું અજમેર ગ જ નથી.” “તમે મને અજમેરમાં મળ્યા હતાં.” આ ભાઈએ જણાવ્યું. પેલા ભાઈએ કહ્યું પરંતુ