________________
જ૫-૨હસ્ય.
सुमिरन से सुख होत है, सुमिरन से दुःख जाय; कहै कबीर सुमिरन किये, साहिब मांही समाय.
“સાહિબ એટલે ભગવાનના નામનું સ્મરણ કરતાં સુખ થાય છે અને ભગવાનના નામનું સ્મરણ કરતાં દુઃખ જાય છે. કબીર કહે છે કે જે ભગવાનના નામનું સ્મરણ કરતાં રહીએ તે એક દિવસ આપણે ભગવાનમાં સમાઈ જઈએ છીએ.
અહીં પ્રથમ એ વસ્તુ કહેવામાં આવી છે કે નામસ્મરણથી સુખ મળે છે. એનો અર્થ એમ સમજવાનો કે જેને તનનું સુખ જોઈતું હોય તેને તનનું સુખ મળે છે, જેને મનનું સુખ જોઈતું હોય તેને મનનું સુખ મળે છે અને જેને ધનનું સુખ જોઈતું હોય તેને ધનનું સુખ મળે છે. તનનું સુખ એટલે નીરોગી શરીર, મનનું સુખ એટલે. ચિંતારહિત સ્થિતિ અને ધનનું સુખ એટલે જીવનવ્યવહાર ચલાવવા માટે પૂરતા પૈસે
' સ્ત્રીનું સુખ, પુત્રપરિવારનું સુખ, માનમરતબો એ બધું આની અંતર્ગત સમજી લેવું.
અહીં બીજી વાત એ કહેવામાં આવી છે કે નામસ્મરણ કરવાથી દુઃખ દૂર થાય છે. દુઃખે અનેક પ્રકારનાં છે અને તે અનેક રીતે આવે છે. બધું બરાબર ચાલતું હોય અને સ્ત્રી એકાએક મરી જાય કે એકનો એક પુત્ર. સંસારમાંથી વિદાય થઈ જાય કે પુત્રીને લગ્ન પછી થોડા