________________
જપ-રહસ્ય બુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ ચિંતન કરવાનું કહ્યું હોય, તે મંત્રનું રૂપ ધારણ કરે છે, તેને વિશેષ ખ્યાલ. નીચેના દાખલાઓથી આવી શકશે –
નારદજીએ રત્નાકર નામના પારધિને “મરા “મા” એવા શબ્દનું રટણ કરવા કહ્યું હતું, તેનો અખલિત જપ. કરતાં “રામ” “રામ” એ ધ્વનિ નીકળે અને તેના જપ–. પ્રભાવે તે વાલિમકી નામનો મહષિ બની ગયે. આ જ એક બીજો દાખલે ચિલાતીપુત્ર નામના લૂટારાનો છે.
ચિલાતીપુત્ર નામના લૂટારાની કથા
જંદગીભર અનેક જાતનાં પાપ કરનાર શિલાતીપુત્ર નામના એક લૂટારાએ પિતાના સાથીઓ સાથે એક નગરમાં ધાડ પાડી અને શેઠની એક સ્વરૂપવતી કન્યાને ઉપાડી. લીધી કે જેના પર તેને અગાઉ મોહ થયેલું હતું. પછી તે જંગલ ભણી નાસવા લાગ્યો. કન્યાના પિતા અને તેના પાંચ બંધુઓ હાથમાં હથિયારો લઈને તેની પાછળ પડયા. અને તેને જોરદાર પીછો કરવા લાગ્યા.
જ્યારે શિલાતિપુત્રને એમ લાગ્યું કે આ લેકે મારો પીછો છોડશે નહિ અને હવે આ કન્યાને ઉંચકીને દૂર ભાગવું મુશ્કેલ છે, ત્યારે તેણે તરવારના એક ઝાટકે કન્યાનું માથું ઉડાવી દીધું અને તે હાથમાં પકડી આગળ જવા લાગે. મસ્તક વિનાનું ધડ જોઈને કન્યાના પિતા તથા બંધુઓએ તેના મરવાનો નિશ્ચય કર્યો અને તેઓ કુપાંતર કરતાં પાછા ફર્યા.