________________
જપને અર્થ
૪૩ - એક હાથમાં લેહીખરડી તરવાર છે, બીજા હાથમાં લેહનીતરતું મસ્તક છે. તે ભૂખ્યા-તરસ્ય પિતાને પંથ. કાપી રહ્યો છે, ત્યાં એક મુનિને ધ્યાનાવસ્થામાં ઊભેલા જોયા. તેમને જોતાં જ ચિલાતિપુત્રના અંતરમાં ઉર્મિ ઉઠી - તેણે નજીક જઈને કહ્યું: “હે મુનિ ! બહુ પાપી છું.
મને મારા ઉદ્ધારને માર્ગ બતાવે.” | મુનિએ આંખો ખોલી તેની સામે જોયું અને તેની
બધી સ્થિતિ પલકારામાં પારખી લીધી. તેમણે કહ્યું ઃ “હે ભદ્ર! તું “ઉપશમ “વિવેક અને “સંવર” એ ત્રણ પદનું ચિંતન કર. તેનાથી તારો ઉદ્ધાર થશે. બસ, એટલું કહી મુનિ અટરશ્ય થઈ ગયા. - ચિલાતીપુત્રે શાળામાં પગ મૂક્યું ન હતું, કેઈ પુસ્તક–પાનું ઉઘાડ્યું ન હતું કે કઈ ગુરુને પગે લાગી
કક–બારાખડી પણ શીખે ન હતું. તેણે ચિલાતી નામની. - દાસીના પેટે જન્મ લીધો હતો અને બાલ્યાવસ્થા માટે -: ભાગે રખડપટ્ટીમાં જ પસાર કરી હતી. પછી જુગાર, - સુરાપાન, ચેરી વગેરે મહાવ્યસનમાં પડતા રાજાએ તેને. - નગરમાંથી હાંકી કાઢયે હતો અને તે એક લુટારે બન્યા હતા.
' મુનિએ કહેલા શબ્દો નિરર્થક ન હોય એમ માનીને. તે પેલા ત્રણ શબ્દોનું ચિંતન કરવા લાગે : “ઉપશમ- વિવેક–સંવર, ઉપશમ–વિવેક-સંવર. આમાં સ્વાભાવિક રીતે જ શબ્દનું રટણ થયું. તેના પરિણામે થોડા વખતમાં. તેના અંતરમાં એક ઝબકારે છે. તેના પ્રકાશથી તેને