________________
વાણીનું ચતુર્વિધ સ્વરૂપ
૫૧
રામાં સેાળ સ્વરના એક વર્ગ ઉમેરતાં કુલ આઠ વર્ગ થાય છે અને તેના જપ તથા મંત્ર-યંત્રમાં ઉપયોગ થાય છે.
સેાળ સ્વરા અને તેત્રીશ કે ચૈાત્રીશ યજનાના સમુદાયને વ માતૃકા કે માલા કહેવામાં આવે છે. મવિશારદાનું એમ માનવુ છે કે વર્ણમાલાના આ દરેક અક્ષર મત્રરૂપ છે, કારણ કે તેને જંપ કરતાં અને ધ્યાન ધરતાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. વ્યંજનનું ધ્યાન તેને અં સ્વર લગાડીને કરવામાં આવે છે. એટલે હૈં 5 એ રીતે તેનુ ધ્યાન થાય છે.
શાક્ત સૌંપ્રદાયમાં તે અંગે એક ગ્રંથ રચાયેલે છે, જેનેા અંગ્રેજી અનુવાદ જોન વુડ઼ો ‘A garland of letters' તરીકે કરેલેા છે. જૈન ધર્મીમાં શ્રી સમતભદ્રાચાચે મવ્યાકરણ નામના ગ્રંથમાં દરેક વર્ણની શક્તિ વર્ણવેલી છે અને તેનું ધ્યાન ધરતાં કેવું સ્વરૂપ પ્રકટ થાય છે, તે પણ જણાવેલું છે. પરંતુ આ ગ્રંથ મુદ્રિત થયેલેા નથી. શ્રી ઇન્દ્રન દિએ વિદ્યાનુવાદ નામના એક મત્રસ’ગ્રહ ગ્રંથ તૈયાર કરેલા છે, તેમાં મંત્રન્યાકરણના આ ભાગ લેવાયેલા છે અને અમારી માહિતી મુજબ આ વિદ્યાનુવાદ ગ્રંથ હાલ મુદ્રણાલયમાં છે. અમદાવાદની એક પુરાતત્ત્વ સંસ્થા દ્વારા આ મુદ્રણકાર્ય ચાલી રહ્યું છે. અમારા રચેલા મંત્રવિજ્ઞાન ગ્રંથના પાંચમા પ્રકરણમાં તેને સાર અપાયેલા છે.