________________
૬o
જપ-રહય કરીને એક લાકડાના કકડામાં અગ્નિ પ્રકટાવી દીધો હતો. અને તે સળગવા લાગ્યું હતું. એ જોયા પછી જ મદ્રાસ હાઈકેટના નિવૃત્ત જજ મી. જુન વુડ્રોફને મંત્રજપમાં શ્રદ્ધા બેઠી હતી અને તેમણે આર્થર એવેલેનના સાંકેતિક નામથી અનેક તાંત્રિક ગ્રંથનું સંપાદન કર્યું હતું.'
પૂનાની રિસર્ચ કેલેજના પ્રીન્સીપાલ શ્રી કરમરકરે ૨ બીજનું એક હજાર વાર ઉચ્ચારણ કરીને પિતાનાં શરીરની ગરમી એક ડીગ્રી વધારી દીધી હતી.
બી. એમ. લેસર લેસારિ નામના એક એસ્ટ્રીયન વૈજ્ઞાનિકે શબ્દના જુદા જુદા ઉચ્ચારણ કરીને અમુક પ્રકારના રોગો મટાડયા હતા.
અમે પિતે કેટલાક વર્ષ પહેલાં અમુક સ્વરનું ઉચ્ચારણ કરતાં આપણું શરીરના ક્યા ભાગ પર કેવી અસર થાય છે, તે એક ત્યાગી સાધક પાસે નિહાળ્યું હતું.
મિસીસ વેટર્સ હ્યુસ નામની એક યુરોપિયન -મહિલાએ લેડ લિટનના અભ્યાસગૃહમાં સ્વરને લગતા કેટલાક પ્રયોગો કરી બતાવ્યા હતા. તેમણે ઈડફેન નામના વાજિંત્ર ઉપર કેટલાંક નાનાં બીયાં મૂક્યાં હતાં. તે અમુક સ્વર વગાડતાં કૂદવા લાગ્યાં હતાં અને એક ભૌમિતિક આકારમાં ગોઠવાઈ ગયાં હતાં. એક બીજા પ્રસંગે આ બીયાં સર્પના આકારમાં પણ ગોઠવાઈ ગયાં હતાં.
એક વખત મિસીસ હ્યુજીસ અમુક સ્વર વગાડતા