________________
૪૪
જપ-રહસ્ય
ઉપશમને અર્થ એમ સમજ કે “શાંત થવું, ફોધ કર નહિ. એટલે તેણે પિતાને ક્રોધ શાંત કરવા હાથમાં -રહેલી તરવાર દૂર ફેંકી દીધી. ' શબ્દનું વિશેષ રટણ થતાં બીજી વાર અંતરમાં ઝબકારો થયે. તેના લીધે તેને વિવેકનો અર્થ એમ રામજા કે “સ્વજન તથા દેહ પર મોહ રાખે નહિ, એટલે તેણે પિતાના હાથમાં રહેલું મસ્તક દૂર ફગાવી દીધું, કારણ કે તેના પર તેને એક સ્વજન તરીકે મેહ હતો.
હજી શબ્દોનું રટણ ચાલું જ હતું. તેણે ત્રીજી વાર અંતરમાં પ્રકાશ કર્યો અને તેને સંવરનો અર્થ એમ સમજો કે “મનને કાબૂમાં રાખવું, તેને જ્યાં ત્યાં જવા દેવું નહિ અને તે પેલા મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. તેને ખ્યાલ એ હતું કે આ મુનિ મનને કાબૂમાં રાખવા માટે જ આ પ્રમાણે ઊભા હતા.
શબ્દના આ રટણનેજપને ચમત્કાર જુઓ. તેણે અતિ અલ્પ સમયમાં એક ખૂની લુટારાને મહાત્મા બનાવી દીધે !
મહાત્મા ચિલાલીપુત્ર ગુરુદત્ત શબ્દનું ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં સ્થિર થયા અને હંસ જેમ સરોવરમાં ઝીલે, તેમ તે શુદ્ધ ભાવનામાં ઝીલવા લાગ્યા.
હવે તેમનું શરીર તાજા લેહીથી ખરડાયેલું હતું, તેને આસ્વાદ લેવા માટે વનકીડીઓનું મોટું જૂથ ત્યાં આવી પહેંચ્યું અને તેમના શરીરે ચટકા ભરવા લાગ્યું,