________________
' જપના પ્રકાર
- આ ત્રણ પ્રકારના જપમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ ગણાય છે. આમ છતાં પ્રારંભના સાધકે તે ભાષ્યને જે આશ્રય લેવાને હેાય છે. વળી જપ કરતાં મન અસ્થિર થવા લાગે ત્યારે ભાષ્ય જપ કરવાથી સ્થિર થવા માંડે છે.
- જપનો અભ્યાસ આગળ વધે, ત્યારે જ માનસ જપ જ સારી રીતે થઈ શકે છે. એટલે આપણા માટે ઉપાંશુ જપની
હિમાયત કરવામાં આવી છે. જ્યારે ઉપાંશુ જપ સારી રીતે સિદ્ધ થાય, ત્યારે માનસ જપને આશ્રય લે જોઈએ.
જપના આ ત્રણ પ્રકારે ઉપરંત ધ્યાનજપ અને અનન્ય જપ એવા બે પ્રકારો પણ મનાયેલા છે, જે વાસ્તવમાં ધ્યાન અને લય છે. આ
શ્રી સિંહતિલકસૂરિએ મંત્રાધિરાજક૯પમાં જપના તેર પ્રકારે વર્ણવ્યા છે, તે આ પ્રમાણે :
रेचक-पूरक-कुम्भा गुणत्रयं स्थिरकृतिस्मृती हक्का । . नादो ध्यानं ध्येयैकत्वं तत्त्वं च जपभेदाः ।।
(૧) રેચક જપ- શરીરમાં રહેલા વાયુને નસકોરાં વાટે બહાર કાઢવાપૂર્વક જે જપ કર, તે રેચકજપ.
- (૨) પૂરક જપ- વાયુને નસકોરાં વાટે શરીરમાં દાખલ કરવાપૂર્વક જે જપ કરે, તે પૂરકજપ.
(૩) કુંભક જપ-વાયુને શરીરમાં સ્થિર કરવીપૂર્વક " જે જપ કરે, તે કુંભકજ૫. . . ''