________________
[૧૦]
વાણીનું ચતુર્વિધ સ્વરૂપ
જપનો સંબંધ મુખ્યત્વે શબ્દ સાથે રહે છે. આ શબ્દ વર્ણોને બને છે અને એ વર્ષો વાણી દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે વાણી સંબંધી ડું જાણું લઈએ.
પ્રથમ બેલવાનો વિચાર આવે છે અને તે ઈચ્છારૂપે પરિણમે છે, ત્યારે મૂલાધારમાં વાયુનું કંપન થાય છે. આ મૂલાધારનામનું સ્થાન ગુપ્ત દેશના બે આંગળ ઉપર અને લિંગ મૂળથી બે આંગળ નીચે આવેલું છે. અહીં વાણીને ઉત્પન્ન કરનારી શક્તિ રહેલી છે, જે પરાવાણી તરીકે ઓળખાય છે. આ વાણીને કઈ વ્યક્ત સ્વરૂપ હેતું નથી. તે માત્ર શક્તિરૂપે જ ત્યાં હોય છે. જગતની બધી ભાષાઓનો એ મુખ્ય પાયે છે
શબ્દશક્તિ જ્યારે વાણીનું સ્વરૂપ ધારણ કરવા પ્રયત્નશીલ બને છે અને તે વાયુરૂપે નાભિપ્રદેશમાં આવે છે, ત્યારે પયંતીનું રૂપ ધારણ કરે છે. વાણુનો અદ આજે પ્રકાર છે.