________________
જપ એક પ્રકારનું શક્તિસાધન નજીક આવે કે તારે એને બહાર ખેંચી કાઢવું. પછી તેની મને ખબર આપવી.)
મહાત્માની આ વાત સાંભળીને કમાલનું આશ્ચર્ય અનેકગણું વધી ગયું. ગમે તેવી તીક્ષણ નજરવાળે પણ એક ગાઉ દૂરની વસ્તુ જોઈ શકે નહિ. વળી આ તે નદીના વાંકાચૂંકા પ્રવાહમાં તણાતી વસ્તુ હતી, તેનું દર્શન આ મહાત્માને શી રીતે થયું હશે? વળી એ મડદું તણાઈને શિડી વારમાં અહીં આવશે, એ પણ શા આધારે કહ્યું હશે? ગમે તેમ પણ આ મહાત્મા કે ચમત્કારિક પુરુષ લાગે છે.
તે નદીના પાણીમાં થોડે દૂર જઈને મડદાંની પ્રતીક્ષા ' કરવા લાગે. એવામાં એક પુરુષનું મડદું આવ્યું, તેને તેણે ખેંચીને બહાર કાઢયું અને નદીકિનારે મૂકી મહાત્માને ખબર આપી; એટલે મહાત્મા ત્યાં આવ્યા અને તેના જમણું કાનમાં ધીમા સાદે રામ બોલીને ફૂંક મારી કે સજીવન થયું. કમાલે આશ્ચર્યમુગ્ધ બની મહાત્માના પગ પકડી લીધા.
મહાત્માએ કહ્યું: “બેટા ! તારા મનમાં શી ગડમથલ થઈ રહી છે, તે હું જાણું છું. પણ તારા રામ જુદા, કબીરના રામ જુદા, પિલા સુરદાસ મહાત્માના રામ જુદા અને મારા રામ પણ જુદા. એમાં બધું સમજી જ. સાધના પ્રમાણે સિદ્ધિ મળે છે. અકાળે આ (કેરી) તોડવાથી તે ખાટે લાગે છે, કે
એ તો પાકે ત્યારે જ તેનો આસ્વાદ લેવું જોઈએ.’ - ત્યાંથી કમાલ પિતાના ઘરે પાછો ફર્યો અને અનન્ય શ્રદ્ધાપૂર્વક રામનામ જપ કરવા લાગે.
તાત્પર્ય કે જપ એક શક્તિસાધન છે અને તેના વડે અદ્ભુત અજોડ શક્તિઓ-સિદ્ધિઓ મેળવી શકાય છે.