________________
૩૪
જપ-રહસ્ય સુધી પહોંચે તે આશ્ચર્ય પામવાનું નથી. ત્યારે ત્યાં માનવીઓની કાયમ વસ્તી થશે, ત્યારે જપ ત્યાં જરૂર પહોંચી જશે.
પર્વતની હારમાળાઓ, નદીઓના સંગમસ્થાને, દરિયાના વિશાલ તટે, તેમ જ જંગલના એકાંત પ્રદેશમાં પણ જપ પહોંચ્યો છે. ત્યાં કોઈને કેઈ જપસાધકનાં દર્શન અવશ્ય થવાનાં!
થોડા વખત પહેલાં અમે વર્તમાનપત્રોમાં વાંચ્યું હતું કે કેટલાક વૈજ્ઞાનિકેની એક ટુકડી દક્ષિણ અમેરિકાના એક જંગલી પ્રદેશમાં પ્રવાસ કરી રહી હતી. તેની સાથે ત્યાંના કેટલાક આદિવાસીઓ મજૂર તરીકે જોડાયા હતા અને ભેમિયાનું કામ પણ કરતા હતા.
એક વખત એ ટુકડીએ એક સ્થળે પડાવ નાખ્યા પછી વરસાદ વરસે શરૂ થયે અને તે એકધારે ચાલુ રહ્યો. બીજા દિવસે આગળ વધવાની ચેાજના હતી, પણ મેઘરાજા ખયા કરે છે ને ! એ તે અવિરત ધારાએ વચ્ચે જ જતા હતા. આ જોઈને બે આદિવાસી મજૂરોએ વૈજ્ઞાનિક ટુકડીના આગેવાનને કહ્યું : “સાહેબ ! આ તો જંગલને વરસાદ છે. વરસવા માંડે તે દિવસ સુધી વરસ્યા જ કરે. પણ તમે કહેતા હે તે તેને બંધ કરી દઈએ.”
પ્રથમ તે વૈજ્ઞાનિક ટુકડીના નાયકને આ શબ્દ સાંભળીને હસવું આવ્યું. શું આવા જોરદાર વરસાદને