________________
પની વ્યાપકતા
૩૭ તેનું પ્રમાણ વધ્યું. આ વરસાદ બંધ રહે તેવા કોઈ ચિહ્નો જણાયાં નહિ. અમે મંત્રજપ વધાર્યો અને પ્રાર્થનામાં પ્રાણ રે. પછી સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા. તા. ૧લી જુલાઈના સવારના છ વાગતાં વરસાદ તદ્દન બંધ થઈ ગયે . અને અમને આશ્વાસન સાંપડયું. સમય થતાં બધા પ્રેક્ષકે હાજર થઈ ગયા અને હોલ ચિકાર ભરાઈ ગયો. એ સમારોહ પૂરો થતાં સુધી વરસાદનું એક પણ ટીપું પડયું નહિ. બધા ઘરે પહોંચ્યા પછી વરસાદની છેડી ફરફર આવી અને તા. ૨જી જુલાઈથી વરસાદની સાત દિવસની હેલી મંડાઈ !
આગળ અમને ત્રણ વાર આવા અનુભવે થયા હતા, એટલે આમાં કંઈ આશ્ચર્ય લાગ્યું નહિ, પણ આ ઘટનાથી બધા મિત્રે આશ્ચર્ય પામ્યા. * જપને લિંગ કે વયની મર્યાદા પણ બાધક બની નથી. સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે યુવાન, અથવા સેની સમીપે પહોંચવા આવેલો કોઈ વૃદ્ધજન હોય, ત્યાં સુધી તે વ્યાપી ગયેલ છે.
જે જપમાં કંઈ સત્વ ન હોય, શક્તિ ન હોય, મનુષ્યના જીવન પર પ્રભાવ પાડવાની તાકાત ન હોય, તો એ આટલે વ્યાપક બને ખરે? તેના ઉત્તરની અમે
અપેક્ષા રાખતા નથી. પાઠકેએ પિતાના મનમાં તેનો વિચાર ' કરવાનો છે અને તેની અદ્ભુત–અપાર શકિતને અંજલિ
આપવાની છે.
*
*
*