________________
ર૪
-
જપ-રહસ્ય
અરે યજ્ઞ કયાં અને જપ કયાં?' એવો પ્રશ્ન ઉઠવાનો સંભવ ખરે, તેથી તેમણે એ પણ જણાવી દીધું કે જપ એ પણ એક પ્રકારનો યજ્ઞ છે અને તે બીજા બધા ય કરતાં વધારે ફલ આપનાર છે.
* “યજ્ઞમાં અગ્નિ પ્રકટાવવામાં આવે છે, તેમાં અનેક પ્રકારનાં દ્રવ્યની આહુતિ અપાય છે અને મંત્રોચ્ચાર પણ થતા હોય છે. આવું કંઈ જપમાં ખરું ?” તેનું સમાધાન એ છે કે જપ પિતે અગ્નિસમાન છે, તેમાં અંતરની અનેક વાસનાઓની આહુતિ અપાય છે અને તેમાં જે શબ્દનું આલંબન લેવાય છે, તે મંત્રરૂપ છે. તાત્પર્ય કે જપ એક પ્રકારનો ભાવયજ્ઞ છે.
જેમ જપનું માહાસ્ય વધતું ચાલ્યું, તેમ શાસ્ત્રકરેએ તેની પ્રતિષ્ઠા વધારવા માંડી. પછી તે એમ પણ કહ્યું કે
. जपयज्ञात् परो यज्ञो, नापरोऽस्तीह किञ्चन । __ तस्माज्जपेन धर्मार्थ-काममोक्षं च. साधयेत् ॥
આ જગતમાં જપયજ્ઞથી કઈ શ્રેષ્ઠ યજ્ઞ નથી. તેથી મનુષ્ય જપ વડે–જપને આશ્રય લઈને ધમ, અર્થ, કામ અને મોક્ષની સાધના કરવી.”
જ્યારે જપયજ્ઞથી કેઈ શ્રેષ્ઠ યજ્ઞ નથી. ત્યારે બીજ યજ્ઞનો વિચાર કરવાને ક્યાં રો? પછી તે જપને જ આશ્રય લે રહ્યો. જપને આશ્રય લેવાથી મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય વર્ગની સારી રીતે