________________
૧૮
જપ-રહસ્ય રાજાએ જેમ કાળા સાપનું મોટું જોરથી પકડયું, તેમ એ શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી ને બીજી પણ વિદ્યાએ કે જેનાથી મનુષ્ય પોતાનું ગુજરાન ચલાવી શકે છે, તેને જોરથી પકડે.”
શ્રી હેમચંદ્રાચાર્ય કે જેમણે પિતાના જીવનકાલ દરમિયાન સાડાત્રણ કેડ ગ્લૅકેની રચના કરી હતી અને જેમને આજે દેશ-પરદેશના વિદ્વાનો “જ્ઞાનના મહાસાગર તરીકે ઓળખે છે, તેમણે પણ સારસ્વત મંત્રના જપથી એ સિદ્ધિ મેળવી હતી.
સંત કબીરે પોતાના ગુરુ સ્વામી રામાનંદ પાસે દીક્ષા લીધી, ત્યારે તેમને “રામ” શબ્દ મંત્ર તરીકે મળ્યા હતા. આ મંત્રને તેમણે શ્રદ્ધાપૂર્વક લાખોની સંખ્યામાં જપ કર્યો હતે અને તેથી રેગનિવારણની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓ અંજલિમાં પાણી ભરી કેઈ કેઢિયા પર છાંટતા કે તેનો કોઢ દૂર થઈ જતો. આ વખતે તેઓ બહુ ધીમેથી માત્ર એક વાર “રામ” મંત્રનો ઉચ્ચાર કરતા. આ રીતે અનેક કેઢિયાઓના કોઢ દૂર થતાં તેમની ખ્યાતિ ઘણું ફેલાઈ હતી.
તેમના પુત્ર કમાલને ખબર પડી કે પિતાજી “રામ” નામ બલીને કેઢિયાના કોઢ દૂર કરે છે, એટલે તેણે પણ એ પ્રવેગ કરવા વિચાર કર્યો. તે પતે રામનામનો જપ, કરતે હતો. એક દિવસ સવારે તેણે અંજલિમાં પાણી લઈ રામનામ બોલવાપૂર્વક એક કેઢિયા પર છાંટ્યું, પણ તેની