________________ લીધે આત્માએ પૃથ્વીકાયમાં કેટલો ય કાળ પસાર કર્યો છે તેથી (સોના-રત્ન) તેની કાયાપરમમત્વના સંસ્કાર આત્મામાં પડ્યા છે. આથી પૃથ્વીકાય રત્નાદિ પર મમત્વવિશેષ થાય છે. જીવ મનુષ્ય ભવમાં આવી ૮મે વર્ષે દીક્ષા લઈ 9 મે વર્ષે સાધના દ્વારા કેવલજ્ઞાનરૂપ કાંતિમય રત્નને પ્રાપ્ત કરી શકે છે તેના બદલે પુદ્ગલ રૂપ પથરા પર મમત્વ કરી કર્મો બાંધે. પરંતુ હવે પોતાની સહજ પૂર્ણતા છે એની જ રુચિ કરવા જેવી છે. સતત એની જ ઝંખના કરવા જેવી છે કે ક્યારે મને મળે. પરના સંયોગે મળેલી તમામ વસ્તુઓ અવાસ્તવિક રૂપમાં છે. માત્ર પરમાણુ વાસ્તવિક છે બાકી રંગ | આકાર વિગેરે અવાસ્તવિક હોવા છતાં આપણે તેમાં વાસ્તવિકતા માનીએ છીએ એ ભ્રમ છે. અર્થાત્ નિત્ય માનીએ છીએ પણ તે પરિવર્તનશીલ છે. તેથી તે અનિત્ય છે. પુણ્ય એ આત્માની કોઈ વસ્તુ આપી શકે નહી. પુણ્ય અને પાપ આત્માને સંયોગ આપે છે. પુણ્ય અને પાપના ઉદયમાં આત્માને મિથ્યાત્વની ભ્રાંતિ થી સુખ અને દુઃખ મળે છે તેવું લાગે છે. વાસ્તવમાં આત્મામાં સુખ નથી કે દુઃખ નથી. માત્ર આનંદ જ છે. ચક્રવર્તીપણું, ઈન્દ્રપણું, તીર્થકરપણું પણ પુણ્યથી જ મળે છે. તીર્થકરપણું પણ દેશના આપીને ખપાવવું પડે છે. * તીર્થંકર નામકર્મ કયા ગુણસ્થાનકે બંધાય? તીર્થકર નામકર્મ૪થા ગુણસ્થાનકે બંધાઈ શકે છે વીતરાગ અવસ્થામાં તીર્થકર નામર્મ ન બંધાય. 11 મે 12 મે ગુણસ્થાનકે વીતરાગ અવસ્થા છે. 7 મે ગુણસ્થાનકે અપ્રમત્ત ભાવ છે. મોક્ષની પણ ઈચ્છા નથી માટે ત્યાં પણ તીર્થંકર નામકર્મ ન બંધાય. શ્વે પ્રમg, ગુણઠાણે તીર્થકર નામકર્મ કે આયુષ્ય કર્મ બાંધવાની શરુઆત કરે તો ૭મે કે છેલ્લે ૮મા ગુણ સ્થાનકના ૬ઠ્ઠા ભાગ સુધીમાં પૂર્ણ કરી શકે છે. પછી તેનો બંધ વિચ્છેદ થાય અર્થાત્ પછી તે બંધાય નહિ. જ્ઞાનસાર // 18