________________ લાગ્યો પણ તે રસ ઝેરરૂપે અંદર ગયો ત્યારે તે દ્રવ્ય પ્રાણનો નાશક બન્યો. જે આનંદ અનુભવ્યો તે જ મોહનો પર્યાય તેનાથી જ જીવોમાં મૂઢતા આવે છે. જે જીવો સચ્ચિદાનંદથી પૂર્ણ છે તેને સઘળા જીવો દર્શન - જ્ઞાન - ચારિત્રથી પૂર્ણ દેખાય છે. સત્ -સમ્યમ્ - સદા શાશ્વત રહે તે, ચિત્ - જ્ઞાન, આનંદ - કદી ન નાશ પામે એવો, આનંદ એટલે ચારિત્ર. સચ્ચિદાનંદ એવો આત્માનો સહજ સ્વભાવ. | મુનિ જ્યારે જગતને જુવે છે ત્યારે તેને જગત મિથ્યાત્વના અંધકારવાળુ દેખાય છે. અને જો તે “સ્વ” માં મગ્ન ન હોય તો, મિથ્યાત્વની ભ્રાંતિવાળો મિથ્યાત્વને કારણે આત્મા - રમણતાને છોડીને - ભ્રમણતાવાળો બને છે. (1) આત્મા - આત્માને છોડીને શરીરમાં રહેવાનો પ્રયાસ કરશે. સ્વ' ના બદલે પર' દ્રવ્યને જાણવા મથશે. (3) “સ્વ” ના બદલે પરમાં આનંદ ભોગવવાના સ્વભાવવાળો બનશે. આથી જ જે જીવો સિદ્ધ બનવાના લક્ષ્યવાળા અર્થાત્ પૂર્ણ બનવાના લક્ષ્યવાળા હશે તે જ પૂર્ણતાને પામી શકશે. કેમ કે પૂર્ણ થવું એ સાધ્ય છે તો સાધનામાં પોતાની પૂર્ણતાનું જ સ્મરણ કરવાનું છે. નિશ્ચયથી શરુઆતમાં પરની પૂર્ણતાનું અર્થાત્ પરમાત્માનું આલંબન જરૂરી છે. પછી આગળ જતા પરમાત્માનું આલંબન પણ છૂટી જવાનું જ છે. અર્થાત્ જેમ જેમ સ્વનું જ્ઞાન, સ્વની રુચિ અને સ્વમાં જેમ જેમ સ્થિરતા પ્રાપ્ત થાય તેમ તેમ પર આલંબનો છૂટતા જશે. આત્મા પોતાને ૩પ્રકારે બનાવવા ઈચ્છે છે. (1) તે શાશ્વત (સતુ) છે - એટલે એ અમર થવા ઈચ્છે છે - માટે એને મરણ પસંદ નથી. (2) ચિત્ત-પ્રકાશ એ અંધકારમાં રહેવા ઈચ્છતો નથી. એનામાં જિજ્ઞાસા જ્ઞાનસાર // 16