________________ આવી શકે છે. તેથી જો સાવધાન ન રહે તો છઠ્ઠ ગુણઠાણ જતા વાર ન લાગે. તેઓ જગતને જોઈને જ ભાવો દ્વારા (મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ) સમતા ગુણથી આત્માની રક્ષા કરે છે. * મુનિ ભગવંતોને શું જોઈએ છે? તેમને તો સત્તામાં રહેલા પૂર્ણાનંદ રૂપ સ્વભાવને ભોગવવો છે તેથી જગતને જોઈને બહારની કોઈ ફુરણા થાય જ નહીં. મુનિ ભગવંતો જગતને ધર્મલાભ' સિવાય કશું કહે જ નહી. “આત્માની ગુણ સંપત્તિ' તે જ ધર્મનો લાભ અને તે માટે જ જીવવાનું છે. મુનિ જો છટ્ટે ગુણઠાણે સાવધ રહે તો ૭મે અપ્રમત્ત ગુણઠાણે પહોંચે, ત્યાં મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. નિઃસ્પૃહ જ હોય કારણ 7 મે અંશથી મોક્ષની અનુભૂતિ કરી શકે. મગ્ન અને મૂઢમાં ફરક શું છે? મુઢ - મોહની પરાકાષ્ટા તે મૂઢતા છે. મગ્ન - જે પરને છોડી - અર્થાત્ મોહને છોડી અંતરાત્મામાં રહેલા ગુણવૈભવમાં રમેતે, વિભાવને છોડી સ્વભાવમાં રમે છે તેને મગ્ન ગુણ કહેવાય છે. જગતનાં જીવો મૂઢ કેમ બને છે? પર વસ્તુ અર્થાત્ જે પુગલની બનેલી નાશવંત છે તે પર વસ્તુને પોતાની માને અને તેની માલિકી કરે અને તેને ભોગવે, તેમાં ઓતપ્રોત થાય પણ તે વસ્તુ પર હોવાથી નાશ પામતાં અત્યંત પીડાને અનુભવે. જેમ કૂતરો હાડકાને ભોગવી શકતો નથી છતાં તેને ભોગવવાનો પ્રયત્ન ચાલુ હોય છે પરિણામે પીડા સિવાય હાથમાં બીજું કશું આવતું નથી. દાંતથી જે વસ્તુ તૂટતી ન હોય છતાં તે રીતે ભોગવવા જઈએ તો દાંત તૂટી જાય અને આપણે ભોગવાઈ જઈએ પરંતુ અહીં આસક્તિને કારણે પીડામાં પણ કંઈક આનંદનો અનુભવ કરીએ છીએ. આ મૂઢતા નહીં તો બીજું શું? કિંપાક ફળ ખાતી વખતે મધુર જ લાગે, તેના ભોગ વખતે પણ આનંદ જ - રહેવાનો. પરંતુ તે આનંદ ઝેર મિશ્રિત હોય તેથી જ્યારે પરિણામ પામે ત્યારે જ ખબર પડે. કિંપાળ ફળની મધુરતાના સ્વાદમાં આનંદ જ્ઞાનસાર // 15