________________ કર્યું છે. જેટલા આત્માઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી છે તેમને બધાને વંદન એટલે અનંતા આત્માઓને વંદન થઈ જાય છે. એન્દ્ર શબ્દના ઈન્દ્ર અને આત્મા એમ બે અર્થ છે. ઈન્દ્ર જેમ પોતાની દેવતાઈ લક્ષ્મી વિગેરેને ભોગવવામાં સુખી છે તેમ પૂર્ણ આત્મા પોતાના પૂર્ણ ગુણોના આનંદને ભોગવવામાં સુખી છે. વળી ઈંએ સરસ્વતીનો મંત્ર છે. ગાથા-૧ : "ઐ શ્રી સુખમઝેન, લીલા લગ્નભિવાબિલમ્ | સચ્ચિદાનંદ પૂર્ણન પૂર્ણ જગદયતે " ગાથાર્થ: દેવેન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા સંસારના સુખમાં મગ્ન એવા પુઢષ (ઈન્દ્ર) વડે સઘળું ય જગત સુખમાં જ મગ્ન દેખાય છે. અથવા સત્ એવા જ્ઞાન અને આનંદથી પૂર્ણ એવા યોગી વડે આખું જગત (જ્ઞાનાદિ ગુણથી) પૂર્ણ દેખાય છે. (પૂ. મહો. યશોવિજયજી વિ.ના સ્વોપજ્ઞ ગુજરાતી ટીકાના આધારે.) ટીકાકાર પૂ. દેવચંદ્ર વિ. આનો ભિન્ન અર્થ કહે છે. "હેન્દ્રશ્રી" આત્માના ગુણોમાં જ મગ્ન એવા યથાર્થ ક્ષયોપશમ ભાવના ઉપયોગવાળા મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય વડે તથા ક્ષાયિક ઉપયોગવાળા કેવલી, અરિહંત અને સિધ્ધ ભગવંતો વડે અને સરસ્વતીના બિઢદને ધારણ કરનારા પૂ. મહો. યશોવિજય વડે અખિલ જગત સત્તાએ જ્ઞાનાદિગુણથી પૂર્ણ અને કર્મસંબંધે (વ્યવહારે) અશુધ્ધ પર સંયોગથી નવા નવા પર્યાયને પામતુ કલ્પના રૂપસુખમાં મોહથી મૂઢ જુએ છે. જેને આત્માની "પદ્મશ્રી" અનંત લક્ષ્મી (ગુણ સમૃદ્ધિ રૂપ સુખ)નો બોધ નથી તે મોહ વશ પરભાવમાં મગ્ન બને અને જેને આત્માની અનંત લક્ષ્મીનો બોધ હોય તે આત્મ સુખમાં મગ્ન બને માટે આત્માબોધ જરૂરી. 0 બોધ એટલે શું? દ્રવ્ય-ગુણ-પર્યાયથી જગતનું જ્ઞાન થાય ત્યારે વાસ્તવિક બોધ થાય, તો જ દૃષ્ટિ નિર્મળ થાય. જ્ઞાનસાર // 13