________________ રહેલી છે એટલે તે સતત જ્ઞાન રૂપી પ્રકાશ અર્થાત્ જ્ઞાનથી જાણવાની ઈચ્છાવાળો છે અર્થાત્ જ્ઞાનથી પૂર્ણ થવા ઈચ્છે છે. (3) આનંદ-તે આનંદથી ભરેલો છે એટલે તે સતત આનંદને ઈચ્છે છે. આત્મા આ ત્રણ સ્વભાવવાળો હોવા છતાં મિથ્યાત્વના કારણે પરનું જાણવા અને પરમાં આનંદ મેળવવા જશે અને પરમાં રહેવાનું ઈચ્છશે. ગાથા -2 પૂર્ણતા યા પરોપાધે H સા યાચિતક–મડનમ્ | યા તે સ્વાભાવિકી સેવ, જાત્યરત્ન વિભાનિભા રા ગાથાર્થ સંપત્તિ આદિ પરવસ્તુથી થતી પૂર્ણતા લગ્નાદિપ્રસંગે માંગી લાવેલા આભૂષણો સમાન છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર રૂપ સ્વભાવિક પૂર્ણતા તો શ્રેષ્ઠ રનની કાંતિ સમાન છે. પૂર્ણતા બે પ્રકારની. સ્વાભાવિક અને વૈભાવિક. સ્વાભાવિક તે આત્માના પૂર્ણ ગુણ અને વૈભાવિક તે પુદ્ગલ જજ મળતું સુખ, જે વિયોગના સ્વભાવવાળું છે. અપૂર્ણ એવો આત્મા તન-ધન-સ્વજન-યશ-ખ્યાતિ-પ્રસિદ્ધિબાહ્ય સંપત્તિને પકડવા મથે છે માટે જ દીક્ષા લેવા તૈયાર થનાર શરીરનું મમત્વ છોડે છે, ધન - સ્વજન - પરિવારને પણ છોડે છે, પણ યશ - કિર્તિ ને છોડી શકતો નથી. ચક્રવર્તી 6 ખંડ સાધવા શા માટે જાય? દેવો પણ રત્નો અને દેવીઓ માટે લડાઈ કરે છે. આ બધું શા માટે? લોભ તૃષ્ણાદિના કારણે કરે છે. પુણ્યના ઉદયે ગમે તેટલી બાહ્ય સામગ્રી મળે તેમાં આ નિશ્ચય હોવો જોઈએ કે આ પર દ્રવ્ય છે, તેને છોડવાનું છે. આમાં મારું કાંઈ નથી, તમામ દ્રવ્યો અનંતકાળમાં અનંતીવાર જીવોએ ભોગવેલા હોવાથી તે અશુદ્ધ છે અને તેને ભોગવીને છોડી દીધા છે. વળી જેણે આ દ્રવ્યો તીવ્ર રાગાદિ ભાવોથી ભોગવ્યા છે એટલે તે આપણી પાસે આવે ત્યારે આપણને પણ રાગાદિ પરિણામ કરાવે છે. મમતાને જ્ઞાનસાર // 17