________________ ૧લું અષ્ટક * પૂર્ણાષ્ટકમ્ પૂર્ણતા * જ્ઞાનસાર એટલે જ સમગ્ર આગમનો સાર, આત્મા અનંત જ્ઞાન અને પરમાનંદથી પૂર્ણ ભરેલો છે, એનું પ્રગટીકરણ કરવું તે જ જ્ઞાનસાર. પૂ.ઉપાધ્યાય ભગવંતે સ્વ-પર આગમનો અભ્યાસ કરીને એનો નિચોડ જ્ઞાનસારમાં મૂક્યો જેમાં નિશ્ચય અને વ્યવહાર - બંને દૃષ્ટિકોણથી સમજાવ્યું છે જે અન્ય ગ્રંથોમાં જવ્વલેજ જોવા મળે છે. આરાધના કર્યા પછી અંતરમાં આનંદની અનુભૂતિ ન થાય તો એ આરાધના સફળ થતી નથી. ગ્રંથકારે અહીં જ્ઞાનની વિશુદ્ધિ માટે, સ્વ–પરના આત્મહિત માટે અને આત્માનંદની અનુભૂતિ થાય તે માટે આ ગ્રંથની રચના કરી છે. મહર્ષિ કહે છે કે પૂર્વના મહર્ષિઓએ જે ટીકા કરી છે તેનું અમૃતપાન કરીને પુષ્ટ થયેલો એવો હું આ ટીકા જીવોના સુલભ બોધને માટે કરુ છું. 0 “ઉપકારને યોગ્ય કોણ?” આ જગતમાં ઉપકારને યોગ્ય કોણ છે? સ્વ(પોતાના)આત્મા પર જ ઉપકાર કરવાનો છે. વાસ્તવિક રીતે આત્મા બીજા પર ઉપકાર કરી શકતો જ નથી, પણ વ્યવહાર નિમિત બને. 50,000 કેવલીના ગુરુ શ્રી ગૌતમસ્વામીજીને બીજાને પમાડવામાં આનંદ કરતા પણ પોતે પૂર્ણતાને પામવાનો ખેદ અધિકહતો.કે"મને કેવળજ્ઞાન જ્ઞાનસાર // 11